Gujarati Video : કેન્દ્રીય બજેટમાં ડાયમંડ ઈન્ડસ્ટ્રીને પ્રોત્સાહનની જાહેરાત, સુરતના વેપારીઓમાં ખુશીનો માહોલ

|

Feb 01, 2023 | 4:59 PM

કેન્દ્રીય બજેટમાં લેબગ્રોન ડાયમંડ ઈન્ડસ્ટ્રીને પ્રોત્સાહન અપાતા હીરાનગરી સુરતમાં ખુશીનો માહોલ છે. હીરાના મોટા વેપારીઓએ બજેટને આવકાર્યું છે. તેમજ કેન્દ્રીય બજેટમાં કરેલી જાહેરાતના પગલે ડાયમંડ ઈન્ડસ્ટ્રીને ફાયદો થશે.

કેન્દ્રીય બજેટમાં લેબગ્રોન ડાયમંડ ઈન્ડસ્ટ્રીને પ્રોત્સાહન અપાતા હીરાનગરી સુરતમાં ખુશીનો માહોલ છે. હીરાના મોટા વેપારીઓએ બજેટને આવકાર્યું છે. તેમજ કેન્દ્રીય બજેટમાં કરેલી જાહેરાતના પગલે ડાયમંડ ઈન્ડસ્ટ્રીને ફાયદો થશે. આ અંગે ડાયમંડ ઉદ્યોગના અગ્રણીઓએ જણાવ્યું હતું કે, સુરત ડાયમંડ ઉદ્યોગ માટે સરાહનીય પગલું છે. જે વિદેશી હુંડિયામણ વધુ મળશે. તેની જે શીટ પર કસ્ટડમ ડયુટી ઘટાડવામાં આવી છે. તેનાથી ઉદ્યોગને વધુ ફાયદો થશે. ડાયમંડ વેપારીઓએ વધુમાં જણાવ્યું હતું કે, ગત બજેટના આ અંગે રજૂઆત કરવા આવી હતી. આ વખતે લેબગ્રોન અંગે રિસર્ચ કરવામાં આવશે. આનાથી જે એચપીએચપી ડાયમંડ જે ભારતમાં બનતા નથી તે રિસર્ચ બાદ ભારતમાં બનતા થશે. જેના લીધે ચીન પર નિર્ભરતા ઘટશે.

કેન્દ્ર સરકારના બજેટને ગુજરાતના CM ભૂપેન્દ્ર પટેલે આવકારતા કહ્યું કે તમામ વર્ગ માટે ફાયદાકારક છે. દેશના ખેડૂત, ગરીબ, વંચિત, પીડિતોને ધ્યાનમાં રાખી તૈયાર કરાયેલું અમૃત બજેટ છે. CM ભૂપેન્દ્ર પટેલે ગિફ્ટ સિટીમાં વેપાર વૃદ્ધિ માટેની નવતર પહેલ અને ડાયમંડ ઉત્પાદનને પ્રોત્સાહન આપવાના પ્રયાસના વખાણ કર્યા.મધ્યમવર્ગીય પરિવારોને ઈન્ક્મ ટેક્સમાં રાહતથી મોટો લાભ મળ્યો હોવાનું જણાવ્યું.

કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણે આજે સંસદમાં બજેટ રજૂ કર્યું છે. જેમાં તેમણે કહ્યું કે બજેટમાં વંચિતોને પ્રાથમિકતા આપવામાં આવી છે. મહિલાઓ માટે ખાસ બજેટ પણ છે. આ બજેટ ભારતના વિકાસને નવી ગતિ આપશે. તેમણે કહ્યું કે આ બજેટમાં MSMEનું પણ ધ્યાન રાખવામાં આવ્યું છે અને ચુકવણીની નવી વ્યવસ્થા પણ બનાવવામાં આવી છે.

આ પણ વાંચો : Budget 2023: સૌને મળશે ઘરનું ઘર, PM આવાસ યોજના હેઠળ 79 હજાર કરોડથી વધુની ફાળવણી

 

Next Video