Gujarati video: અમરેલીના બગસરામાં માવઠાના કારણે વરસાદી માહોલ જામ્યો

Gujarati video: અમરેલીના બગસરામાં માવઠાના કારણે વરસાદી માહોલ જામ્યો

TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 21, 2023 | 11:12 PM

સૌરાષ્ટ્રમાં રાજકોટના ગ્રામ્ય વિસ્તારોમાં માવઠું થયું હતું.  રાજકોટમાં ધોરાજી અને ઉપલેટા શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં  અચાનક  વાતાવરણમાં પલટો આવ્યો હતો અને ભારે પવન સાથે કમોસમી  વરસાદ વરસ્યો હતો.

રાજ્યમાં કમોસમી વરસાદની આફત અટકવાનું નામ નથી લઈ રહી ત્યારે આજે અમરેલી જિલ્લાના બગસરામાં કમોસમી વરસાદ થયો હતો. અમરેલીના બગસરામાં વાતાવરણમાં પલટો આવતા બગસરાના ગ્રામ્ય વરસાદી માહોલ જોવા મળ્યો હતો.

બગસરાના ખારી સહિત આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં કમોસમી વરસાદ

બગસરામાં વાતાવરણમાં પલટો આવતા   ખારી, ખીજડીયા, હડાળા જેવા ગ્રામ્ય વિસ્તારમાં  ભારે પવન  સાથે   કમોસમી વરસાદ પડ્યો હતો.

 આ પણ વાંચો: Gujarati video: રાજકોટના ગ્રામ્ય વિસ્તારોમાં કમોસમી વરસાદ, ધોરાજી યાર્ડની બેદરકારીથી જણસી પલળી, ઉપલેટામાં પાણી ભરાયા

રાજકોટના ગ્રામ્ય વિસ્તારોમાં પણ પડ્યો વરસાદ

તો બીજી તરફ સૌરાષ્ટ્રમાં રાજકોટના ગ્રામ્ય વિસ્તારોમાં માવઠું થયું હતું.  રાજકોટમાં ધોરાજી અને ઉપલેટા શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં  અચાનક  વાતાવરણમાં પલટો આવ્યો હતો અને ભારે પવન સાથે કમોસમી  વરસાદ વરસ્યો હતો. રાજકોટના ધોરાજી માર્કેટિંગ યાર્ડની ફરી એક વખત ઘોર બેદરકારી સામે આવી છે. ધોરાજીમાં પડેલા ધોધમાર વરસાદને કારણે યાર્ડમાં રહેલો ઘઉંનો મોટો જથ્થો પલળી ગયો હતો. ધોરાજી યાર્ડમાં ખુલ્લા પડેલા ઘઉં ઉપરાંત અન્ય જણસીઓ પણ પલળી ગઈ હતી. જેના કારણે વેપારીઓ અને ખેડૂતોને મોટું આર્થિક નુકસાન થયું છે.

મહત્વનું છે કે હવામાન વિભાગે વરસાદની આગાહી કરી હોવા છતાં યાર્ડ દ્વારા જણસીને વરસાદથી બચાવવાની કોઇ વ્યવસ્થા કરવામાં નથી આવી… અગાઉ પણ ધોરાજી યાર્ડમાં કમોસમી વરસાદને કારણે ઘઉં, ધાણા, જીરું અને ચણા સહિતની જણસી પલળી ગઇ હતી.

 

ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…

g clip-path="url(#clip0_868_265)">