Gujarati Video: Amreli: કમોસમી વરસાદને કારણે ખેતીના પાકને પારાવાર નુકસાન, ખેડૂતોએ કરી વળતરની માગ

| Edited By: | Updated on: Apr 09, 2023 | 12:00 AM

Amreli: અમરેલીમાં પડેલા કમોસમી વરસાદને કારણે ઘઉં, ચણા, ડુંગળી, તલ અને લસણના પાકને ભારે નુકસાન પહોંચ્યુ છે. માવઠાએ ખેડૂતોની મહેનત પર પાણી ફેરવી દીધુ છે. ખેડૂતોને મોંઢામાં આવેલો કોળિયો જાણે છીનવાઈ ગયો છે. જિલ્લાના 125 ગામમાં ખેતીના પાકને ભારે નુકસાન પહોંચ્યુ છે ત્યારે ખેડૂતોએ સરકાર પાસે સહાયની આશા રાખી રહ્યા છે.

રાજ્યમાં પડેલા કમોસમી વરસાદને કારણે ખેતીના પાકને નુકસાન પહોંચાડ્યું છે. અમરેલી જિલ્લામાં રવિ પાકમાં ઘઉં, ચણા, ડુંગળી, તલ અને લસણ જેવા પાકો વાવેતર કરવામાં આવ્યું હતું. પરંતુ માવઠાએ ખેડૂતોની મહેનત પર પાણી ફેરવી દીધું. જેથી ખેડૂતોને મોઢા સુધી આવેલો કોળિયો છીનવાઈ ગયો હોય તેવો ઘાટ સર્જાયો છે.

જિલ્લાના 125 ગામોમાં માવઠાથી ખેતીના પાકને નુકસાન

અમરેલી જિલ્લામાં 125 જેટલા ગામોમાં પાકને નુકશાન થયું હતું અને 32 જેટલી ટીમે સરવે કર્યો છે. ખેડૂતોની માગ છે કે સરકાર તરફથી સરવે તો કરી દેવામાં આવ્યો છે, ત્યારે ખેડૂતો આશા રાખી રહ્યા છે કે જો ત્વરિતે સહાયની જાહેરાત થાય તો ખેડૂતો ઉનાળુ પાક લઈ શકે.

આ પણ વાંચો : Amreli: શિયાળબેટ ગામના લોકોની પાણીની સમસ્યાનો આવશે અંત, પીવાના પાણીની દરિયાના પેટાળમાંથી પાઈપલાઈન નાખવાની કામગીરી પૂર્ણતાને આરે 

આ તરફ રાયડી ડેમના નીચાણમાં આવેલા ગામડાઓના ખેડૂતોને પાકના પિયત માટે પાણીની જરૂર હોય ખેડૂતોની રજુઆત બાદ આજે આખરે રાયડી ડેમનો એક દરવાજો ખોલી પાણી છોડવામા આવ્યું હતુ. અમરેલી જિલ્લામા સિંચાઇની કોઇ મોટી યોજના નથી. જિલ્લાને નર્મદાની કેનાલનો પણ કોઇ લાભ મળતો નથી.

ત્યારે જિલ્લામા આવેલા નાના ડેમોમાથી સિંચાઇ માટે ભાગ્યે જ કયારેક પાણી છોડવામા આવે છે. વળી આ જળાશયો પણ નાના હોવાથી બહુ મોટા વિસ્તારની સિંચાઇ કરી શકાતી નથી.

ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…

Published on: Apr 08, 2023 11:58 PM