Gujarati Video: રાજકોટમાં નાફેડ દ્વારા ગુણવત્તાવાળી ડુંગળી જ ખરીદતા ખેડૂતોમાં રોષ

|

Mar 18, 2023 | 4:51 PM

રાજકોટના માર્કેટ યાર્ડમાં નાફેડ ફકત ગુણવત્તાવાળી જ ડુંગળી ખરીદતા ખેડૂતોમાં કચવાટ ઉભો થયો છે.એક તરફ યાર્ડમાં ડુંગળીની મબલખ આવક થઈ રહી છે.પરંતુ નાફેડ 45 MMથી નીચેની ડુંગળી ન ખરીદતા ખેડૂતોમાં રોષ જોવા મળ્યો હતો.ડુંગળીના ખાનગી હરાજીમાં ખેડૂતોને મણના 60થી લઈને 200 રૂપિયા ભાવ મળી રહ્યા છે

રાજકોટના માર્કેટ યાર્ડમાં નાફેડ ફકત ગુણવત્તાવાળી જ ડુંગળી ખરીદતા ખેડૂતોમાં કચવાટ ઉભો થયો છે.એક તરફ યાર્ડમાં ડુંગળીની મબલખ આવક થઈ રહી છે.પરંતુ નાફેડ 45 MMથી નીચેની ડુંગળી ન ખરીદતા ખેડૂતોમાં રોષ જોવા મળ્યો હતો.ડુંગળીના ખાનગી હરાજીમાં ખેડૂતોને મણના 60થી લઈને 200 રૂપિયા ભાવ મળી રહ્યા છે.નાફેડના 45 MMના નિર્ણયથી ડુંગળી ખરીદાતી ન હોવાનો ખેડૂતોનો આરોપ છે.નાફેડના નિર્ણયનો ધોરાજીના પૂર્વ ધારાસભ્ય લલિત વસોયાએ પણ વિરોધ કર્યો છે.તેમને આક્ષેપે કરતા જણાવ્યું કે નાફેડે ખેડૂતોને મદદ ન કરવાના ઈરાદે આ નિર્ણય લીધો છે.

રાજય સરકારે ખેડૂતોને પ્રતિ કિલો ડુંગળીએ 2 રૂપિયાની સહાયની જાહેરાત કરી

ડુંગળી પકવતા ખેડૂતોને રાજય સરકારના ટેકા બાદ નાફેડ વ્હારે આવ્યું છે. નાફેડ ગુજરાતમાં ડુંગળીની ખરીદી કરશે.કેન્દ્ર સરકારના નિર્દેશ મુજબ નાફેડ ડુંગળીની ખરીદી કરશે.ભાવનગર, ગોંડલ, પોરબંદર APMCમાંથી આજથી ડુંગળીની ખરીદી કરવામાં આવશે.નાફેડ દ્વારા ખેડૂતોને પેમેન્ટ ઓનલાઇન ચૂકવણી કરવામાં આવશે. રાજય સરકાર બાદ નાફેડના નિર્ણયથી રાજ્યના ડુંગળી પકવતા ખેડૂતોને મોટી રાહત મળશે. રાજય સરકારે ખેડૂતોને પ્રતિ કિલો ડુંગળીએ 2 રૂપિયાની સહાયની જાહેરાત કરી છે.ડુંગળી માટે 90 કરોડનું પેકેજ જાહેર કરવામાં આવ્યું છે.ત્યારે કેન્દ્રના નિર્ણયને NHRDFના ડાયરેક્ટરે આવકારી હતી.

નાફેડના નિર્ણયને ખેડૂતલક્ષી ગણાવ્યો હતો. રાઘવજી પટેલનું માનવું છે કે નાફેડના નિર્ણયથી સૌરાષ્ટ્રના ડુંગળી પકવતા ખેડૂતો લાભ સાથે ભાવમાં મોટી રાહત મળશે.કૃષિપ્રધાને દાવો કરતા સ્પષ્ટતા કરી કે,જ્યાં સુધી ખેડૂતોને ડુંગળીમાં પોષણક્ષમ ભાવો નહીં મળે ત્યાં સુધી નાફેડ ખરીદી કરશે.

આ પણ વાંચો : Ahmedabad : પ્રોપર્ટી ટેક્સ ન ભરનાર સામે હવે AMC ની તવાઈ, એક જ દિવસમાં 26530 જેટલી મિલકતો સિલ કરાઈ, જુઓ VIDEO

Published On - 4:29 pm, Sat, 18 March 23

Next Video