Gujarati Video: TV9ના અહેવાલ બાદ ઉડી વડોદરા મનપાની ઉંઘ, ગરમીને કારણે ઓગળી રહેલા ડામર પર રેતી નાખી ઠીક કરાયો રસ્તો

Vadodara: ફરી એકવાર TV9 ગુજરાતીના ધારદાર અહેવાલ બાદ તંત્ર દોડતુ થયુ છે. શહેરના ફતેપુરા વિસ્તારમાં હાથીખાનાથી કુંભારવાડા નાકા સુધીના રસ્તા પર ગરમીને કારણે ડામર ઓગળી રહ્યો હતો. જેના કારણે સ્થાનિકોને પારાવાર મુશ્કેલી પડી રહી હતી. આ અંગે TV9એ અહેવાલ પ્રસારીત કર્યા બાદ તંત્રએ રસ્તા પર રેતી પથરાવી ડામર ઓગળતો અટકાવવાનો પ્રયાસ કર્યો.

TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 11, 2023 | 9:51 AM

વડોદરા TV9ના અહેવાલની એવી તો અસર થઇ કે મનપાનું તંત્ર દોડતું થયું. ફરી એકવાર અસરદાર સાબિત થયો છે TV9નો અહેવાલ. સમગ્ર ઘટનાની વાત કરીએ તો વડોદરાના ફતેપુરા વિસ્તારમાં હાથીખાનાથી કુંભારવાડા નાકા સુધીનો રસ્તો રહીશો માટે મુશ્કેલીનો રસ્તો બન્યો હતો. અહીંથી રસ્તા પાર કરતા રહીશોને નાકે દમ આવી જતો હતો. આ મુશ્કેલી પાછળનું કારણ હતુ સામાન્ય ગરમીમાં ઓગળતો રસ્તા પરનો ડામર. મનપાના ભ્રષ્ટ તંત્રએ બનાવેલા રસ્તાનો ડામર સામાન્ય ગરમીમાં ઓગળી રહ્યો હતો. TV9ના અહેવાલ બાદ તંત્ર દોડતું થયું અને રેતી નાખીને ઓગળી રહેલા ડામરને અટકાવવાનો પ્રયાસ કર્યો. આમ TV9ના એક અહેવાલે રહીશોની મુશ્કેલીનો અંત લાવી દીધો છે.

અહીં સવાલ એ સર્જાય કે શું આ સ્થિતિ મનપાના અધિકારીઓના ધ્યાને નહોતી? કેમ આવા રસ્તાઓ બનાવનારાઓ વિરૂદ્ધ કાર્યવાહી કરવામાં નથી આવતી ? શું ખરેખર રસ્તાના કામમાં હલકી ગુણવત્તાનું મટિરીયલ વાપરવામાં આવ્યું છે? શું આવા રસ્તાઓને વિકાસનો પર્યાય ગણી શકાય ? શું વડોદરાનું મનપા તંત્ર રસ્તાના કોન્ટ્રક્ટર વિરૂદ્ધ કાર્યવાહી કરશે ?

આ પણ વાંચો:  Breaking News : વડોદરામાંથી ઝડપાયો 29.20 લાખ રુપિયાનો એમડી ડ્રગ્સનો જથ્થો, SOGએ બે આરોપીની કરી ધરપકડ

સવાલો અનેક છે. દર વર્ષે આવી ઘટનાઓ સામે આવે છે પરંતુ તંત્ર કાર્યવાહીના બદલે માત્ર રેત નાખીને પોતાનું પાપ છુપાવી દે છે. ત્યારે આશા રાખીએ ઉનાળો માથે છે ત્યારે આવી ઘટનાઓ ફરી ન સર્જાય તેનું ધ્યાન જવાબદારો રાખે.આ સાથે ફરી એકવાર TV9 ગુજરાતીએ તસામાન્ય લોકોને સ્પર્શતા મુદ્દા ઉઠાવી તંત્રને કામગીરી કરવા માટે દોડતા કર્યા છે.

Follow Us:
PM મોદી પાસેથી મળી 'RRR'ની શીખ- બરુણ દાસ
PM મોદી પાસેથી મળી 'RRR'ની શીખ- બરુણ દાસ
News9 Global Summit : ભારતના લોકોનું જીવન કેવી રીતે બદલાશે?
News9 Global Summit : ભારતના લોકોનું જીવન કેવી રીતે બદલાશે?
શું ભારતીય ફૂટબોલને મળશે સંજીવની? વૈશ્વિક સમિટમાં રોડ મેપ તૈયાર કરાયો
શું ભારતીય ફૂટબોલને મળશે સંજીવની? વૈશ્વિક સમિટમાં રોડ મેપ તૈયાર કરાયો
મેષ, વૃષભ સહિત આ 3 રાશિના જાતકોને કાર્યક્ષેત્રે લાભના સંકેત
મેષ, વૃષભ સહિત આ 3 રાશિના જાતકોને કાર્યક્ષેત્રે લાભના સંકેત
ગુજરાતમાં ઠંડા પવન સાથે કડકડતી ઠંડીની આગાહી
ગુજરાતમાં ઠંડા પવન સાથે કડકડતી ઠંડીની આગાહી
ભાટપુરા અને ભાદરોલી ગામને જોડતો કોઝવે તૂટી જતાં લોકોની ભારે મુશ્કેલી
ભાટપુરા અને ભાદરોલી ગામને જોડતો કોઝવે તૂટી જતાં લોકોની ભારે મુશ્કેલી
ઝાલોદમાં બનશે ડોમેસ્ટિક એરપોર્ટ ! અધિકારીઓએ સર્વે કરી તૈયાર કર્યો નકશો
ઝાલોદમાં બનશે ડોમેસ્ટિક એરપોર્ટ ! અધિકારીઓએ સર્વે કરી તૈયાર કર્યો નકશો
બૃહદ ન્યૂયોર્ક સિનિયર્સ ગ્રુપ દ્વારા દિવાળી સ્નેહ મિલન કરાયુ હતુ આયોજન
બૃહદ ન્યૂયોર્ક સિનિયર્સ ગ્રુપ દ્વારા દિવાળી સ્નેહ મિલન કરાયુ હતુ આયોજન
સાણંદ GIDCમાં SMCના દરોડા, દેશી દારુની ભઠ્ઠી ઝડપાઈ, 1ની ધરપકડ
સાણંદ GIDCમાં SMCના દરોડા, દેશી દારુની ભઠ્ઠી ઝડપાઈ, 1ની ધરપકડ
સ્પોર્ટ્સ વિશ્વને જોડવાનું કામ કરે છે...સ્ટેફન હિલ્ડેબ્રાન્ડેએ જણાવ્યુ
સ્પોર્ટ્સ વિશ્વને જોડવાનું કામ કરે છે...સ્ટેફન હિલ્ડેબ્રાન્ડેએ જણાવ્યુ
g clip-path="url(#clip0_868_265)">