Gujarati Video : અમદાવાદના વરસાદ બાદ મણિનગરમાં પાણી ભરાયા, વિપક્ષે કહ્યું કોર્પોરેશનની પોલ ખૂલી

|

Jun 04, 2023 | 2:06 PM

AMCના વિપક્ષના નેતા શહેઝાદખાન પઠાણે કોર્પોરેશનના પ્રિમોન્સૂન પ્લાનને ફેલ ગણાવ્યો.. તેમણે કહ્યું કે- AMCએ પ્રિમોન્સૂન કામગીરીના નામે કરોડો રૂપિયા ખર્ચ્યા પરંતુ પરિસ્થિતમાં કોઈ સુધારો નથી થયો.

Ahmedabad :અમદાવાદના મણિનગર(Maninagar)વિસ્તારમાં સવારે ધોધમાર વરસાદ પડ્યો હતો. જેના લીધે મણિનગરના જવાહર ચોક વિસ્તારમાં પાણી ભરાયા હતા. તેમજ સામાન્ય વરસાદમાં(Rain) પાણી ભરાતા લોકોએ કોર્પોરેશનની કામગીરી સામે સવાલો ઉઠાવ્યા હતા. તેમજ અમદાવાદમાં સામાન્ય વરસાદથી સર્જાયેલી પરિસ્થિતિને લઈ વિપક્ષે સત્તાધીશો પર પ્રહાર કર્યા છે.. AMCના વિપક્ષના નેતા શહેઝાદખાન પઠાણે કોર્પોરેશનના પ્રિમોન્સૂન પ્લાનને ફેલ ગણાવ્યો.. તેમણે કહ્યું કે- AMCએ પ્રિમોન્સૂન કામગીરીના નામે કરોડો રૂપિયા ખર્ચ્યા પરંતુ પરિસ્થિતમાં કોઈ સુધારો નથી થયો.

દર વખતે હાઈકોર્ટ ફટકાર લગાવે છે પણ કોર્પોરેશન સુધરવાનું નામ નથી લેતું.. તેમણે કહ્યું કે- કોંગ્રેસે બે દિવસ પહેલા મેયરને આવેદન પત્ર આપીને રજૂઆત કરી હતી કે પાણી ભરાય અને રસ્તા તૂટી જાય તો સંબંધિત અધિકારીઓ સામે FIR કરવામાં આવે.. લોકોને મુશ્કેલી ન પડે તે માટે સંબંધિત અધિકારીઓને કામ પર લગાવવામાં આવે.

 

અમદાવાદ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published On - 2:04 pm, Sun, 4 June 23

Next Video