Gujarati Video : ગુજરાતમાં નવી જંત્રીના અમલ બાદ બિલ્ડર એસોસિએશનનો વિરોધ, નવી જંત્રી મુદ્દે સીએમના અધ્યક્ષ સ્થાને બેઠક

|

Feb 10, 2023 | 5:37 PM

ગુજરાતમાં નવી જંત્રીના અમલ બાદ બિલ્ડરોનો વિરોધ થઈ રહ્યો છે. જેના પગલે  નવી જંત્રી મુદ્દે મુખ્યમંત્રીના અધ્યક્ષ સ્થાને બેઠક મળી છે. આ બેઠકમાં  મુખ્યમંત્રીના મુખ્ય અગ્રસચિવ ઉપસ્થિત રહ્યા છે. તેમજ નવી જંત્રીના અમલ બાદ સમગ્ર રાજ્યમાં રીયલ એસ્ટેટ અને બિલ્ડર એસોસીએશને તેનો વિરોધ કર્યો છે

ગુજરાતમાં નવી જંત્રીના અમલ બાદ બિલ્ડરોનો વિરોધ થઈ રહ્યો છે. જેના પગલે  નવી જંત્રી મુદ્દે મુખ્યમંત્રીના અધ્યક્ષ સ્થાને બેઠક મળી છે. આ બેઠકમાં  મુખ્યમંત્રીના મુખ્ય અગ્રસચિવ ઉપસ્થિત રહ્યા છે. તેમજ નવી જંત્રીના અમલ બાદ સમગ્ર રાજ્યમાં રીયલ એસ્ટેટ અને બિલ્ડર એસોસીએશને તેનો વિરોધ કર્યો છે. તેમજ સીએમ ભૂપેન્દ્ર પટેલને મળીને તેની રજુઆત પણ કરી છે.

બિલ્ડર્સ એસોસિએશનના પ્રતિનિધિઓ  CMને રજૂઆત કરી હતી

એક તરફ જંત્રી મામલે હજુ સરકારે કોઇ નવી જાહેરાત નથી કરી. ત્યારે લોકો અને સાથે બિલ્ડર્સ પણ અસમંજસ છે.. અમદાવાદ બિલ્ડર્સ એસોસિએશનના પ્રતિનિધિઓ ગાંધીનગરમાં સચિવાલય ખાતે પહોંચી CMને રજૂઆત કરી હતી  અમદાવાદ બિલ્ડર્સ એસોસિએશને નવા જંત્રી સામેના વાંધાઓ અને કેટલાક સૂચનો આપ્યા હતા.. જેમાં તેમની પ્રમુખ માગ હતી કે જે જંત્રી વધારવામા આવી છે તેને 1 મેથી લાગૂ કરવામાં આવે.આ ઉપરાંત જંત્રીમાં 100 ટકાના વધારાના બદલે 50 ટકાનો જ વધારો કરાય તેવી રજૂઆત કરી

જમીનની જંત્રી અને બાંધકામની જંત્રી અલગ અલગ કરવાની માંગ

બિલ્ડર્સ એસોસિએશનની એવી પણ માગ છે કે જમીનની જંત્રી અને બાંધકામની જંત્રી અલગ અલગ રખાય..જમીનની જંત્રીમાં 50 ટકાનો વધારો અને બાંધકામની જંત્રીમાં 20 ટકાનો જ વધારો કરાય.. તો FSI માટે ભરવાની જંત્રી જે 40 ટકા છે તેને માત્ર 20 ટકા કરાય. બિલ્ડર્સ એસોસિએશને એવુ પણ સૂચન કર્યુ છે કે 45 લાખથી ઓછાના મકાનો જે અફોર્ડેબલ હાઉસિંગમાં આવે છે તેમાં 22 લાખથી 45 લાખની વચ્ચેની કિંમતના દસ્તાવેજોમાં જંત્રી ડબલ થઇ જશે.. જ્યારે 22 લાખથી ઓછાના મકાનોમાં જ રાહત મળશે. એટલે સરકાર 22 થી 45 લાખ સુધીના અફોર્ડેબલ હાઉસિંગ માટે પણ યોગ્ય નિર્ણય લે.

આ પણ વાંચો : Gujarati Video: ગાંધીનગર સ્ટ્રીટ વેન્ડિંગ માસ્ટર પ્લાન અમલમાં મૂકાતા લારી ગલ્લાવાળાને મળશે સુવિધા

Published On - 5:36 pm, Fri, 10 February 23

Next Video