Gujarati Video : 5 દિવસ બાદ બનાસકાંઠાના વાતાવરણમાં ફરી પલટો, વાદળછાયા વાતાવરણે વધારી ખેડૂતોની ચિંતા

| Edited By: | Updated on: Mar 12, 2023 | 1:01 PM

Banaskantha: બનાસકાંઠાના વાતાવરણમાં ફરી પલટો જોવા મળ્યો છે. 5 દિવસ બાદ વાદળછાયુ વાતાવરણ જોવા મળ્યુ છે. વાતાવરણમાં આવેલા પલટાએ ખેડૂતોની ચિંતા વધારી છે. હાલ જીરુ જેવા પાકોની કાપણી ચાલી રહી હોવાથી ખેડૂતો ચિંતિત બન્યા છે.

બનાસકાંઠામાં 5 દિવસ બાદ ફરી વાતાવરણમાં પલટો જોવા મળતા ખેડૂતો ચિંતિત જોવા મળી રહ્યા છે. કમોસમી વરસાદ બાદ વાદળછાયુ વાતાવરણ ખેડૂતો માટે ચિંતાનું કારણ બન્યું છે. લાખણી, થરાદ, કાંકરેજ, ભાભર સહિતના તાલુકામાં વાદળછાયુ વાતાવરણ જોવા મળી રહ્યું છે.અચાનક આવેલા વાતાવરણમાં પલટાથી તમાકુ, રાજગરો, જીરું જેવા પાકની કાપણી કરતા ખેડૂતો નુકસાનની ભીતિએ ચિંતિત જોવા મળી રહ્યા છે.

આ તરફ હવામાન વિભાગે પણ રાજ્યના વાતાવરણને લઇને મોટી આગાહી કરી છે. 2 દિવસ રાજ્યના કેટલાંક વિસ્તારોમાં કાળઝાળ ગરમીનો પ્રકોપ જોવા મળશે. 48 કલાક રાજ્યના કેટલાક ભાગમાં હિટવેવની આગાહી કરવામાં આવી છે. જેમાં પોરબંદર, ભુજ અને અમરેલી જિલ્લામાં હિટવેવ રહેશે. જ્યાં 5 ડિગ્રી કરતા વધુ પારો ઉપર જઇ શકે છે. અન્ય વિસ્તારોમાં 2થી 3 ડિગ્રી તાપમાનમાં વધારો જોવા મળી શકે છે.

બીજી તરફ કાળઝાળ ગરમી બાદ આગામી 13, 14 અને 15 માર્ચે કમોસમી વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે. બનાસકાંઠા, પાટણ, મહેસાણા, ડાંગ, વલસાડ, નવસારી, તાપી, દાહોદ, અમરેલી, ભાવનગર અને કચ્છમાં કમોસમી વરસાદ પડી શકે છે. જ્યારે કે અમદાવાદ અને ગાંધીનગરમાં વાદળછાયું વાતાવરણ રહેશે.

આ પણ વાંચો: Gujarat Weather News: ગુજરાતમાં આ બે દિવસ ઘરમાંથી બહાર નીકળતા પહેલા સાવધાન ! હવામાન વિભાગે આપી હીટવેવ અને કમોસમી વરસાદની આગાહી

મહત્વનું છે કે ગુજરાતમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે હાલ કમોસમી વરસાદ નોંધાઇ રહ્યો છે. 13 માર્ચથી કેટલાક દિવસ ઠંડર સ્ટોર્મ એક્ટિવિટી સાથે સામાન્ય વરસાદ રહેશે. ગુજરાતમાં વરસાદના કારણે તાપમાન ઘટે જેથી રાત્રે ઠંડી અને બપોરે ગરમી રહેશે. માર્ચ એન્ડ સુધી ડબલ સિઝન રહી શકે છે.