Gujarati Video : સુરતમાં પરણિતા સાથે દુષ્કર્મ ગુજારનાર આરોપીની રાજકોટથી ધરપકડ

Gujarati Video : સુરતમાં પરણિતા સાથે દુષ્કર્મ ગુજારનાર આરોપીની રાજકોટથી ધરપકડ

| Edited By: | Updated on: May 30, 2023 | 7:30 AM

આરોપીએ કામરેજમાં રહેતી પરણિતા મહિલાને પ્રેમજાળમાં ફસાવી દુષ્કર્મ આચર્યું હતું. જેમાં રાજકોટ, સુરત સહિતની વિવિધ હોટલમાં મહિલા સાથે દુષ્કર્મ ગુજાર્યો હતો.ન્યુડ ફોટા અને વીડિયો વાયરલ કરવાની ધમકી આપી મહિલા પાસેથી સાડા છ લાખ રૂપિયા પડાવી લીધા હતા

Surat : સુરતમાં(Surat)પરણિતા સાથે દુષ્કર્મ(Rape)ગુજારનાર આરોપી ઝડપાયો છે. પીડિત મહિલાની ફરિયાદના આધારે પોલીસે રાજકોટથી હવસખોર રવિ ચાવડાની ધરપકડ કરી હતી. આ ઘટનાની વાત કરીએ તો, આરોપીએ કામરેજમાં રહેતી પરણિતા મહિલાને પ્રેમજાળમાં ફસાવી દુષ્કર્મ આચર્યું હતું. જેમાં રાજકોટ, સુરત સહિતની વિવિધ હોટલમાં મહિલા સાથે દુષ્કર્મ ગુજાર્યો હતો.

ન્યુડ ફોટા અને વીડિયો વાયરલ કરવાની ધમકી આપી મહિલા પાસેથી સાડા છ લાખ રૂપિયા પડાવી લીધા હતા છતાં વધુ પૈસાની માગણી કરતા મહિલાએ પિયરમાં આવી આપઘાતનો પ્રયાસ કરતા સમગ્ર મામલો સામે આવ્યો હતો. જો કે રાજકોટથી આરોપીની ધરપકડ કર્યા બાદ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

સુરત સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો