AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gujarati Video : ભાવનગરમાં આધાર કાર્ડમાં ચેડા કરીને GST નંબર મેળવવાના કૌભાંડના આરોપીઓ રિમાન્ડ પર

Gujarati Video : ભાવનગરમાં આધાર કાર્ડમાં ચેડા કરીને GST નંબર મેળવવાના કૌભાંડના આરોપીઓ રિમાન્ડ પર

TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 19, 2023 | 8:12 AM
Share

નોંધનીય છે કે રૂ. 802 કરોડના બોગસ બિલિંગ કૌભાંડના તાર ફરી એકવાર ભાવનગર સુધી લંબાયા છે. કરોડોના બોગસ બિલિંગ કૌભાંડમાં ભાવનગરના બે માસ્ટર માઈન્ડની ધરપકડ કરવામાં આવી છે. DGGIની રેડ દરમિયાન મોટો ખુલાસો સામે આવ્યો છે. ગરીબોના આધારકાર્ડ અને પાનકાર્ડનો ઉપયોગ કરી બોગસ પેઢીઓ ઉભી કરાતી હોવાની માહિતી મળી છે.

ભાવનગરના પાલીતાણામાં આધારકાર્ડમાં છેડછાડ કરીને  બોગસ બિલિંગ કરવાના કેસમાં તપાસનો ધમધમાટ શરૂ થયો છે અને આ કૌભાંડના તમામ આરોપીઓને રિમાન્ડ ઉપર મોકલવામાં આવ્યા છે. કોર્ટે કૌભાંડ આચરનાર 8 આરોપીના ચાર દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. મહત્વનું છે કે પાલીતાણામાં આરોપીઓ આધારકાર્ડમાં છેડછાડ કરતા હતા અને ત્યારબાદ જીએસટી નંબર મેળવી કૌભાંડ આચરતા હતા.

કૌભાંડ કરનારા લોનની લાલચ આપી આરોપી આધારકાર્ડમાં મોબાઈલ નંબર બદલી નાંખતા હતા અને ત્યારબાદ મોબાઇલ નંબર બદલાવી GST નંબર મેળવી બોગસ બીલિંગ કરી કૌભાંડને અંજામ આપતા હતા. જે અંગે એસજીએસટીના અધિકારીએ પાલીતાણા પોલીસ સ્ટેશનમાં ચાર આરોપીઓ સામે ફરિયાદ નોંધાવી હતી. તપાસ દરમિયાન આ કૌભાંડમાં અન્ય ચાર આરોપીના નામ પણ ખુલ્યાં હતા. જેથી સાયબર સેલ પોલીસે કુલ આઠ આરોપીઓની ધરપકડ કરી હતી અને વધુ તપાસ માટે કોર્ટમાં રજૂ કરી રિમાન્ડની માગ કરી હતી.

નોંધનીય છે કે  802 કરોડના બોગસ બિલિંગ કૌભાંડના તાર ફરી એકવાર ભાવનગર સુધી લંબાયા છે. કરોડોના બોગસ બિલિંગ કૌભાંડમાં ભાવનગરના બે માસ્ટર માઈન્ડની ધરપકડ કરવામાં આવી છે. DGGIની રેડ દરમિયાન મોટો ખુલાસો સામે આવ્યો છે. ગરીબોના આધારકાર્ડ અને પાનકાર્ડનો ઉપયોગ કરી બોગસ પેઢીઓ ઉભી કરાતી હોવાની માહિતી મળી છે. આ સાથે આરોપીઓએ ટેક્સ ચોરી કરવા રાજ્યની બહાર પેઢીઓ શરૂ કરી હતી. બિલિંગ કૌભાંડનું નેટવર્ક અમીદાની મહમ્મદ ઉમર અને ધવલ સરવૈયા ચલાવતા હોવાની માહિતી પ્રાપ્ત થઇ છે. બંન્ને શાતીર આરોપીઓ પોતાનું સ્થળ છૂપાવવા હેન્ડલર્સ પ્રોક્સી સર્વરનો ઉપયોગ કરતા હોવાનું પણ જાણવા મળ્યું છે

g clip-path="url(#clip0_868_265)">