Gujarati video : અમદાવાદ-મહેસાણા હાઈવે પર છત્રાલ પાસે અકસ્માત, રોડ ક્રોસ કરવા જતા ત્રણ શ્રમિકોના મોત

| Edited By: | Updated on: Jun 05, 2023 | 4:17 PM

ગાંધીનગર જિલ્લાના છત્રાલ પાસે કારની ટક્કરે ત્રણ લોકોના મોત થયાના સમાચાર સામે આવ્યા છે. આ શ્રમિકો રોડ ક્રોસ કરવા જતા હતા તે સમયે આ દુર્ઘટના ઘટી હોવાનું સામે આવ્યુ છે.

Gandhinagar : આજનો સોમવાર ત્રણ શ્રમિકો માટે ગોજારો સાબીત થયો છે. ગાંધીનગર નજીક અમદાવાદ-મહેસાણા હાઈવે (Ahmedabad-Mehsana Highway) પર અકસ્માત સર્જાયો છે. ગાંધીનગર જિલ્લાના છત્રાલ પાસે કારની ટક્કરે ત્રણ લોકોના મોત થયાના સમાચાર સામે આવ્યા છે. આ શ્રમિકો રોડ ક્રોસ કરવા જતા હતા તે સમયે આ દુર્ઘટના ઘટી હોવાનું સામે આવ્યુ છે. અકસ્માતના પગલે રોડ પર લોકોના ટોળે ટોળા ઉમટ્યા હતા અને ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઇ હતી. જો કે ઘટનાની જાણ થતા જ કલોલ તાલુકા પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઇ હતી. પોલીસ સમગ્ર કેસમાં અકસ્માતનો ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.

આ પણ વાંચો- World Environment Day : ગુજરાતમાં નવી સોલાર પોલિસીના અમલ બાદ મોટો ફાયદો, ઊર્જા ઉત્પાદનની પ્રક્રિયામાં થતા કાર્બન ઉત્સર્જનમાં 55%નો ઘટાડો

ગાંધીનગર સહિત ગુજરાતના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો