Gujarati video : અમદાવાદ-મહેસાણા હાઈવે પર છત્રાલ પાસે અકસ્માત, રોડ ક્રોસ કરવા જતા ત્રણ શ્રમિકોના મોત
ગાંધીનગર જિલ્લાના છત્રાલ પાસે કારની ટક્કરે ત્રણ લોકોના મોત થયાના સમાચાર સામે આવ્યા છે. આ શ્રમિકો રોડ ક્રોસ કરવા જતા હતા તે સમયે આ દુર્ઘટના ઘટી હોવાનું સામે આવ્યુ છે.
Gandhinagar : આજનો સોમવાર ત્રણ શ્રમિકો માટે ગોજારો સાબીત થયો છે. ગાંધીનગર નજીક અમદાવાદ-મહેસાણા હાઈવે (Ahmedabad-Mehsana Highway) પર અકસ્માત સર્જાયો છે. ગાંધીનગર જિલ્લાના છત્રાલ પાસે કારની ટક્કરે ત્રણ લોકોના મોત થયાના સમાચાર સામે આવ્યા છે. આ શ્રમિકો રોડ ક્રોસ કરવા જતા હતા તે સમયે આ દુર્ઘટના ઘટી હોવાનું સામે આવ્યુ છે. અકસ્માતના પગલે રોડ પર લોકોના ટોળે ટોળા ઉમટ્યા હતા અને ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઇ હતી. જો કે ઘટનાની જાણ થતા જ કલોલ તાલુકા પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઇ હતી. પોલીસ સમગ્ર કેસમાં અકસ્માતનો ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.
ગાંધીનગર સહિત ગુજરાતના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો
Latest Videos