Gujarati video: Ambaji મંદિરના આરતીના સમયમાં થયો ફેરફાર, જાણો ક્યા સમયે થશે માતાજીના દર્શન
હાલની કાળઝાળ ગરમીમાં માતાજી વાઘા અને અને શણગાર ત્રણવાર બદલવામાં આવશે. જેથી આરતી પણ ત્રણવાર કરવામાં આવશે.. દર્શન અને આરતીમાં થયેલા ફેરફારની વાત કરીએ તો મંદિર સવારે 11.30 કલાકે બંધ થતું હતું તેના બદલે 10.45 કલાકે બંધ થશે
યાત્રાધામ અંબાજી ખાતે નીજ મંદિરના દર્શન અને આરતીના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. સૂર્યોદય અને સૂર્યાસ્તના સમયમાં ફેરફાર થતા અંબાજી મંદિર ટ્રસ્ટ તરફથી આ નિર્ણય લેવામાં આવ્યો છે. મંદિરમાં તારીખ 22 એપ્રિલ શનિવાર, વૈશાખ સુદ અને અખાત્રીજથી સવાર અને સાંજ બે સમયે થતી આરતી ઉપરાંત બપોરે પણ આરતી થશે.
માતાજીના વાઘા 3 વાર બદલવામાં આવશે
હાલની કાળઝાળ ગરમીમાં માતાજી વાઘા અને અને શણગાર ત્રણવાર બદલવામાં આવશે. જેથી આરતી પણ ત્રણવાર કરવામાં આવશે.. દર્શન અને આરતીમાં થયેલા ફેરફારની વાત કરીએ તો મંદિર સવારે 11.30 કલાકે બંધ થતું હતું તેના બદલે 10.45 કલાકે બંધ થશે.
આરતી અને દર્શનનો સમય રહેશે આ પ્રમાણે
- સવારની આરતી 7.00થી 7.30
- સવારના દર્શન 7.30થી 10.45
- બપોરની આરતી 12.30થી 1.00
- બપોરના દર્શન 1.00થી 4.30
- સાંજની આરતી 7.00થી 7.30 સુધી
- સાંજના દર્શન 7.30થી રાત્રીના 9.00 સુધી
સાંજે માતાજીના પ્રૌઢાવસ્થાના દર્શન થશે
ભક્તો સવારે માતાજીના બાલ્યાવસ્થા, બપોરે યૌવનાવસ્થા અને સાંજે પૌઢ અવસ્થામાં દર્શન કરી શકશે.. મંદિરમાં દર્શન અને આરતીના સમયમાં ફેરફાર કરાતા તારીખ 22 એપ્રિલથી 19 જૂન સુધી માતાજીના મંદિરમાં અન્નકુટ ધરાવી શકાશે નહીં.
અંબાજીમાં 75 ફૂટ લાંબા અને 8 ફૂટ પહોળો કાચના બ્રિજનું આકર્ષણ
વિશ્વપ્રસિદ્ધ અંબાજી શક્તિપીઠ ખાતે મા અંબાના દર્શને આવતા માઇભક્તો માટે નવા નજરાણા તરીકે કાચના બ્રિજનું નિર્માણ કરવામાં આવ્યું છે. મંદિર પરિસરમાં દેવેશ ગ્રુપ તરફથી 75 ફૂટ લાંબો અને 8 ફૂટ પહોળા કાચના બ્રિજનું નિર્માણ કરવામાં આવ્યું છે. આ બ્રિજ પર યાત્રિકો ચાલી પણ શકે છે અને બ્રિજની આજુબાજુમાં ઉભી કરાયેલા 51 શક્તિપીઠના દર્શન પણ કરી શકે છે. આ બ્રિજ પર એક સાથે 10 વ્યક્તિઓ ચાલી શકે તેવી તેની ક્ષમતા છે તો પ્રતિવ્યક્તિ 10 રૂપિયાની ટિકિટ પણ રાખવામાં આવી છે. અહીં આવતા પ્રવાસીઓ કાચ પર ચાલવાનો અદ્દભૂત અનુભવ કરી રહ્યા છે.
ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર
ગુજરાત ના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…