AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gujarati Video: અમદાવાદમાં પ્રેમિકા બાબતે બોલાચાલી થતા મિત્રએ જ નિપજાવી મિત્રની હત્યા

Gujarati Video: અમદાવાદમાં પ્રેમિકા બાબતે બોલાચાલી થતા મિત્રએ જ નિપજાવી મિત્રની હત્યા

Harin Matravadia
| Edited By: | Updated on: Feb 25, 2023 | 7:49 PM
Share

Ahmedabad: અમદાવાદના પૂર્વ વિસ્તારમાં વધુ એક હત્યાનો બનાવ સામે આવ્યો છે. પ્રેમિકાને કારણે મિત્રએ મિત્રની જ હત્યા નિપજાવી હોવાનુ સામે આવ્યુ છે. બંને મિત્રો રસ્તા પર જતા હતા તે દરમિયાન બોલાચાલી બાદ ઝઘડો થયો અને મિત્રએ અન્ય મિત્રની હત્યા કરી નાખી.

અમદાવાદના પૂર્વ વિસ્તારમાં વધુ એક હત્યાનો બનાવ સામે આવ્યો છે. એક મિત્રએ બીજા મિત્રની જ હત્યાને અંજામ આપ્યો છે. સમગ્ર મામલે સરદારનગર પોલીસે ગુનો દાખલ કરી આરોપીને રાઉન્ડ અપ કર્યો છે. પોલીસની પ્રાથમિક તપાસમાં પ્રેમિકાની બાબતને લઈને આ હત્યાને અંજામ આપવામા આવ્યો હોવાનો ખુલાસો થયો છે.

પ્રેમિકા માટે મિત્રએ જ મિત્રની કરી હત્યા

અમદાવાદમાં સરદારનગર વિસ્તારમાં આવતા એરપોર્ટ રોડ પરની સોસાયટીમાં રહેતા સુમિત અડવાણી નામના યુવકની હત્યાની ઘટના સામે આવી છે. 25મી ફેબ્રુઆરીના રોજ બપોરના સમયે કુબેરનગર પાસે જી વોર્ડ પાસે મૃતક સુમિત અડવાણી અને તેનો મિત્ર લક્ષ્મણ ઉર્ફે લખું ઠાકોર જઈ રહ્યા હતા.

ત્યારે અચાનક કોઈ બાબતને લઈને બંને વચ્ચે ઝઘડો થતા લક્ષ્મણ ઠાકોરે પોતાની પાસે રહેલા તીક્ષ્ણ હથિયાર વડે ઉપરા છાપરી ઘા મારી સુમિત અડવાણીની હત્યા કરી હતી. આ અંગે મૃતકના પરિવારજનોને જાણ થતાં સરદારનગર પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે.

આ પણ વાંચો: Kutch : માર્ગમાં લિફ્ટ લીધી અને મળ્યુ દર્દનાક મોત, મહિલાના અપહરણ, દુષ્કર્મ અને હત્યાને અંજામ આપનાર સકંજામાં

બોલાચાલી બાદ તીક્ષ્ણ હથિયારના ઘા મારી કરી હત્યા

મૃતકના પરિવારજનોની ફરિયાદને આધારે સરદારનગર પોલીસે ગુનામાં સામેલ આરોપીને રાઉન્ડ અપ કર્યો છે. પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું કે બંને મિત્રો વચ્ચે યુવતીની બાબતને લઈને ઝઘડો થયો હતો અને તેની અદાવત રાખીને હથિયારથી 6 જેટલા ઘા મારીને મિત્રની ક્રૂરતાપૂર્વક મોત નિપજાવી હોવાનું સામે આવ્યું છે. જી વોર્ડમાં ઠાકોર વાસમાં રહેતા લક્ષ્મણ ઠાકોરની પ્રેમિકા બાબતે મૃતક સુમિત અડવાણી સાથે બોલાચાલી થઈ હતી, જે બોલાચાલી ઉગ્ર બનતા હત્યાને અંજામ આપ્યો હતો.

g clip-path="url(#clip0_868_265)">