Gujarati Video : કચ્છ જિલ્લામાં સીઝનનો 94 ટકા વરસાદ વરસી ગયો, સૌરાષ્ટ્રમાં સીઝનનો 53 ટકા વરસાદ થયો

|

Jul 07, 2023 | 9:56 AM

કચ્છ (Kutch) જિલ્લામાં થોડાક જ દિવસોમાં સીઝનનો કુલ 94 ટકા વરસાદ (Rain) વરસી ગયો છે. તો સૌરાષ્ટ્રમાં સીઝનનો 53 ટકા વરસાદ વરસ્યો છે. ઉત્તર ગુજરાતમાં પણ સીઝનનો 35 ટકા વરસાદ વરસ્યો છે.

Monsoon 2023 : ચોમાસાના શરુઆતના દિવસોમાં જ મેઘરાજાએ ગુજરાતમાં ધબધબાટી બોલાવી છે. કચ્છ (Kutch) જિલ્લામાં થોડાક જ દિવસોમાં સીઝનનો કુલ 94 ટકા વરસાદ (Rain) વરસી ગયો છે. તો સૌરાષ્ટ્રમાં સીઝનનો 53 ટકા વરસાદ વરસ્યો છે. ઉત્તર ગુજરાતમાં પણ સીઝનનો 35 ટકા વરસાદ વરસ્યો છે. દક્ષિણ ગુજરાતમાં 28 ટકા વરસાદ ખાબક્યો છે. તો મધ્ય ગુજરાતમાં સીઝનનો 25 ટકા વરસાદ વરસ્યો છે. ગુજરાતમાં સીઝનનો સરેરાશ 36 ટકા વરસાદ વરસી ગયો છે.

આ પણ વાંચો-Ahmedabad: અકસ્માતમાં પોલીસ કર્મચારીઓનો જીવ બચાવવાનો નવતર પ્રયોગ, હર્ષ સંઘવીએ હેલ્મેટ વિતરણ કરી ફરજિયાત હેલ્મેટ પહેરવાની લેવડાવી પ્રતિજ્ઞા

ગુજરાતમાં જિલ્લા પ્રમાણે સીઝનના વરસદાની વાત કરીએ તો પાટણ જિલ્લામાં અત્યાર સુધીમાં 40.34 ટકા, બનાસકાંઠામાં 47.99 ટકા, મહેસાણામાં 29.97 ટકા, સાબરકાંઠામાં 31.41 ટકા, અરવલ્લીમાં 23.52 ટકા, ગાંધીનગરમાં 34.41 ટકા વરસાદ નોંધાયો છે.

અમદાવાદમાં સીઝનનો 29.64 ટકા વરસાદ વરસી ગયો છે. તો ખેડામાં સીઝનનો 33.31 ટકા, આણંદમાં સીઝનનો 33.60 ટકા, વડોદરામાં સીઝનનો 21.49 ટકા, છોટા ઉદેપુરમાં સીઝનનો 14.32 ટકા, પંચમહાલમાં 21.52 ટકા, મહિસાગરમાં 25.08 ટકા વરસાદ નોંધાયો છે. તો દાહોદમાં સીઝનનો 15.69 ટકા વરસાદ નોંધાયો છે.

હવામાન અને ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Next Video