Gujarati Video : સુરતના પાંડેસરામા નાયબ ખેતી નિયામક ટીમના દરોડા, નીમ કોટેડ યુરિયાની 56 થેલી ઝડપાઈ, Videoમાં બહાર આવ્યું કારનામુ

| Edited By: | Updated on: Feb 16, 2023 | 8:41 AM

બાતમીના આધારે નાયબ ખેતી નિયામકની ટીમે પાંડેસરામાં દરોડા પાડયા હતા. જ્યાંથી નીમ કોટેડ યુરિયાની 56 થેલી ઝડપી પાડી હતી.

ગુજરાતમાં ખાતરની અછત વચ્ચે સુરતમાંથી સબસીડીયુકત નીમ કોટેડ યુરિયા ખાતરનો જથ્થો ઝડપાયો છે. બાતમીના આધારે નાયબ ખેતી નિયામકની ટીમે પાંડેસરામાં દરોડા પાડયા હતા. જ્યાંથી નીમ કોટેડ યુરિયાની 56 થેલી ઝડપી પાડી હતી. પાંડેસરા પોલીસ સ્ટેશનમાં ખેતીવાડી અધિકારી વિશાલ કોરાટે દ્વારા ફરિયાદ નોંધાવવામાં આવી છે.

આ સમગ્ર ઘટનામા રાધે કંપનીના સિકયુરિટીની સંડોવણી હોવાનું બહાર આવ્યું છે. સિકયુરિટી સોસાયટીના એક મકાનમાં શંકાસ્પદ યુરિયાની થેલીઓ ખાલી કરાવતો હતો. જેમાં પોલીસે એક આરોપીની ધરપકડ કરીને વધુ પૂછપરછ હાથ ધરી છે.

આ પણ વાંચો : Surat : માતા-પિતા માટે ચેતવણી રૂપ કિસ્સો ! 3 વર્ષના બાળકના ગળામા ફસાયો સિક્કો, કરવી પડી સર્જરી

રાજ્યમાં રવિ ઋતુમાં 35.46 લાખ હેક્ટરમાં વાવેતર થયેલ છે. જે સરેરાશ વાવેતર વિસ્તાર કરતાં 13 ટકા વધુ છે. જેમાં, ઘઉં પાકમાં સરેરાશ વાવેતર કરતાં 29 ટકા વધુ વિસ્તારમાં વાવેતર થયેલ છે. રવિ ઋતુ ના પ્રથમ ત્રણ માસ ઓક્ટોબર થી ડિસેમ્બર માસ દરમિયાન રાજ્યને 6.02 લાખ મેટ્રિક ટન યુરિયા ખાતર ઉપલબ્ધ થયુ હતું.

જાન્યુઆરીમાં રાજ્યમાં 2. 10 લાખ મેટ્રિક ટનની જરૂરિયાત સામે ભારત સરકાર દ્વારા 2.20 લાખ મેટ્રિક ટન યુરિયા ખાતરનો જથ્થો ફાળવવામાં આવ્યો હતો. જે પૈકી પ્રથમ ચાર દિવસમાં 32 હજાર મેટ્રિક ટન ખાતરનો જથ્થો રાજ્યના વિવિધ જિલ્લાઓમાં પહોંચતો કરવામાં આવ્યો હતો.

Published on: Feb 16, 2023 08:23 AM