Gujarati Video : બોટાદના રાણપુરમાં પાંજરાપોળમાં કાદવમાં ફસાઈ 250 પશુના મોત, સંચાલકોની બેદરકારીને લઈ ઉઠ્યા સવાલ

Gujarati Video : બોટાદના રાણપુરમાં પાંજરાપોળમાં કાદવમાં ફસાઈ 250 પશુના મોત, સંચાલકોની બેદરકારીને લઈ ઉઠ્યા સવાલ

TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 12, 2023 | 2:24 PM

બોટાદના (Botad) રાણપુરમાં પણ વરસાદ (Rain) બાદ સર્જાયેલી સ્થિતિના પગલે પાંજરાપોળના પશુઓના મોત થયા છે. બોટાદના રાણપુરમાં પાંજરાપોળમાં 250 પશુના મોત થયા છે.

Botad : ચોમાસામાં સામાન્ય માણસની સાથે પશુ-પક્ષીઓને પણ હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. બોટાદના રાણપુરમાં પણ વરસાદ (Rain) બાદ સર્જાયેલી સ્થિતિના પગલે પાંજરાપોળના પશુઓના મોત થયા છે. બોટાદના રાણપુરમાં પાંજરાપોળમાં 250 પશુના મોત થયા છે. કાદવ કીચડથી 40 દિવસમાં 250 જેટલા પશુના મોત (animal death) થઇ ગયા છે.

આ પણ વાંચો- Breaking News : ભાજપે રાજ્યસભાની ચૂંટણી માટે જાહેર કર્યા બે નવા ચહેરા, બાબુ દેસાઇ અને કેસરીસિંહ ઝાલા ભરશે ઉમેદવારી પત્ર

છેલ્લા 10 દિવસમાં 158 પશુ મોતને ભેટયા છે. તો પશુઓના મોતના પગલે પાંજરાપોળના સંચાલકોના બેદરકારીથી મોત થયાના આક્ષેપ થઇ રહ્યા છે. મહત્વનું છે કે પાંજરાપોળમાં વરસાદના કારણે કાદવ થતા પશુઓ ફસાઇ ગયા હતા. જેના કારણે તેમનું મોત થયુ હોવાનું માનવામાં આવે છે.

બોટાદ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">