Gujarati Video : પાકિસ્તાન માટે જાસૂસી કરતા દિપક સાળુંકે સામે 2100 પાનાની ચાર્જશીટ દાખલ, ISIS એજન્ટ સાથેની ચેટનો ઉલ્લેખ કરવામાં આવ્યો
Surat News : પાકિસ્તાન માટે જાસૂસી કરનાર આરોપી દિપક સાળુંકે સામે ચાર્જશીટ દાખલ કરવામાં આવી છે. પોલીસે કોર્ટમાં આરોપી વિરૂદ્ધ 2100 પાનાની ચાર્જશીટ દાખલ કરી છે.
સુરતના ડિંડોલીમાં પાકિસ્તાન માટે જાસૂસી કરવાના કેસમાં તપાસનો ધમધમાટ ચાલી રહ્યો છે. ક્રાઈમ બ્રાંચે પાકિસ્તાની જાસુસી સંસ્થા ISI માટે જાસુસી કરતા યુવકની ધરપકડ કરી હતી. ત્યારે પાકિસ્તાન માટે જાસૂસી કરનાર આરોપી દિપક સાળુંકે સામે ચાર્જશીટ દાખલ કરવામાં આવી છે. પોલીસે કોર્ટમાં આરોપી વિરૂદ્ધ 2100 પાનાની ચાર્જશીટ દાખલ કરી છે. જેમાં ISIS એજન્ટ હમીદ સાથેની ચેટનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.
ભારતીય સૈન્યની ગુપ્ત માહિતી પાકિસ્તાન મોકલતો હતો
ક્રાઈમ બ્રાંચે પાકિસ્તાની જાસુસી સંસ્થા ISI માટે જાસુસી કરતા યુવકની ધરપકડ કરી હતી. ડીંડોલીમાં રહેતાં દિપક સાળુંકે નામનો શખ્સ ISIના એજન્ટ સાથે સાંઠગાંઠ ધરાવતો હતો અને ભારતીય સૈન્યની ગુપ્ત માહિતી પાકિસ્તાન મોકલતો હતો. તેના એકાઉન્ટમાં પાકિસ્તાનમાંથી નાણાં ટ્રાન્સફર થયાનો પણ રેકોર્ડ મળ્યો છે. દિપક સાળુંકે ફેસબુક મેસેન્જર અને વોટ્સએપના માધ્યમથી ISIના હમીદ નામના ઈસમના સંપર્કમાં આવ્યો હતો.
આરોપીએ ISIના વ્યક્તિને ભારતીય સીમકાર્ડ મેળવી આપવા, ભારતીય આર્મીની ઈન્ફ્રન્ટ્રી, રેજિમેન્ટ, આર્ટિલરી અને બ્રિગેડની માહિતી મોકલી હતી.ભારતીય સેનાનાં વાહનોની મૂવમેન્ટ અંગેની અતિગુપ્ત અને સંવેદનશીલ માહિતી મેળવી વોટ્સએપ મેસેજ અને કોલિંગથી શેર કરી હતી. માહિતીના અવેજ તરીકે હમીદ તરફથી દિપક સાળુંકેના એકાઉન્ટમાં 75 હજાર રૂપિયા ટ્રાન્સફર થયા હતા.
(વિથ ઇનપુટ- બળદેવ સુથાર, સુરત)