Gujarati Video : સુરતના પાંડેસરામાં 12 વર્ષની કિશોરીએ કર્યો આપઘાત, આપઘાતનું કારણ અકબંધ

Gujarati Video : સુરતના પાંડેસરામાં 12 વર્ષની કિશોરીએ કર્યો આપઘાત, આપઘાતનું કારણ અકબંધ

Baldev Suthar
| Edited By: | Updated on: Jun 23, 2023 | 4:07 PM

શ્રમજીવી પરિવારની દીકરીએ આપઘાત કર્યો છે. જેના પગલે પરિવારમાં શોકનો માહોલ છવાઇ ગયો હતો. હાલ તો કિશોરીના આપઘાતનું કારણ સામે આવ્યું નથી.

Surat :  સુરતના પાંડેસરામાં 12 વર્ષની કિશોરીએ આપઘાત (Suicide) કર્યો હોવાની ઘટના સામે આવી છે. સુરતના ઇન્દિરાનગર વિસ્તારમાં શ્રમજીવી પરિવારની દીકરીએ આપઘાત કર્યો છે. જેના પગલે પરિવારમાં શોકનો માહોલ છવાઇ ગયો હતો. હાલ તો કિશોરીના આપઘાતનું કારણ સામે આવ્યું નથી. પાંડેસરા પોલીસે (Pandesara Police) ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

આ પણ વાંચો-BJP પ્રદેશ પ્રમુખ સી આર પાટીલે આપ્યુ મહત્વનું નિવેદન, તાજમહેલના સ્થાને હવે વિદેશીઓ સ્ટેચ્યૂ ઓફ યુનિટી જોવા આવે છે

ઘટના કઇક એવી છે કે મૂળ બિહારના એવા રામસેવક પાસવાન ડ્રાયવર તરીકે નોકરી કરીને પરિવારનું ગુજરાન ચલાવે છે. તેમની પત્ની પણ કામ કરીને પતિને મદદરુપ થાય છે. રામસેવકને 12 વર્ષની દીકરી રેશમા અને બે પુત્ર છે. તેમની દીકરીએ ધોરણ 4 સુધી અભ્યાસ કર્યા બાદ અભ્યાસ છોડી દીધો હતો. જો કે તેમની દીકરીએ ઘરે કોઈ ન હતું ત્યારે એકલતાનો લાભ લઇને ઘરમાં ઉપરની એન્ગલ સાથે સાડી બાંધીને ફાંસો ખાઈને આત્મહત્યા કરી લીધી હતી. પાંડેસરા પોલીસે સમગ્ર મામલે અકસ્માતે મોતનો ગુનો નોંધીને આગળની તપાસ હાથ ધરી છે.

સુરત સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

 

g clip-path="url(#clip0_868_265)">