Gujarati Video: કચ્છના ગાંધીધામ થયેલી 1.45 કરોડની લૂંટનો ભેદ ઉકેલાયો,પાંચ આરોપીની ધરપકડ
આ સમગ્ર ઘટનાની વિગત મુજબ ગાંધીધામ 400 ક્વાર્ટરમાં 18 તારીખે લૂંટનો બનાવ બન્યો હતો અને ઘરમાં સેટીની અંદર રાખેલા પૈસા લઇ 3 શખ્સ ફરાર થઇ ગયા હતા.
Kutch :ગુજરાતના કચ્છમાં ગાંધીધામ થયેલી લૂંટનો ભેદ ઉકેલાયો છે. જ્યારે રૂપિયા 1.45 કરોડની લૂંટ મામલે પાંચ આરોપીની ધરપકડ કરવામાં આવી છે. જેમા સગા ભત્રીજાએ મિત્રો સાથે મળીને લૂંટ ચલાવી હોવાનો ખુલાસો થયો છે. જેમાં સંબંધીના ઘરે રાખેલી રોકડ કાળું નાણું હોવાની આશંકા થતા લૂંટ ચલાવી હતી. આ સમગ્ર ઘટનાની વિગત મુજબ ગાંધીધામ 400 ક્વાર્ટરમાં 18 તારીખે લૂંટનો બનાવ બન્યો હતો અને ઘરમાં સેટીની અંદર રાખેલા પૈસા લઇ 3 શખ્સ ફરાર થઇ ગયા હતા.
આ પણ વાંચો : Surat : અમરોલી મનીષા ગરનાળા પાસે એક દીપડો દેખાયો, Video વાયરલ
જેમાં લૂંટ સમયે ફરિયાદી, તેના સાસુ અને નંણદ ઘરમાં જ હતા. હવે તપાસમાં સામે આવ્યુ છે કે લૂંટ કરનાર ફરિયાદી રેખાબેનનો ભત્રિજો છે. રેખાબેન તેની બેન સાથે વાત કરતા ત્યારે જણાવ્યું હતુ કે ઘરમાં પૈસા છે. તેનુ ટેન્સન છે. તે વાત યુવાન પ્રશાંત દ્રવિડના ધ્યાને આવી હતી કે માસીના ઘરે કરોડો રૂપિયા પડ્યા છે અને તે કાળુ નાણુ છે. જેથી બેરોજગાર પ્રશાંતે તેના મિત્ર અફઝલ સાથે લૂંટનો પ્લાન બનાવ્યો હતો.
લૂંટના દિવસે 4 શખ્સો ઠાર ગાડીમાં આવ્યા હતા અને લૂંટ કરી ફરાર થઇ ગયા હતા..લૂંટ પહેલા પ્રશાંત સહિત તેના મિત્રોએ રેકી પણ કરી હતી. પોલીસે (1) અફજલખાન અબ્દુલરહીમ સંધી ઉ.વ.૨૩ રહે.જનતાકોલોની ભારતનગ૨ ગાંધીધામ(2 ) સલીમ અબ્દુલ નાઇ ઉવ.૨૭ રહે.મીઠીરોહર તા.ગાંધીધામ(3) શાહબાન લતીફ ખલીફા ઉવ.૨૬ રહે.યાદવનગર અંજાર(4) પ્રશાંતા રાજેશ દ્રવીડ ઉવ.૨૨ રહે.400 કવાટર ગાંધીધામ (૫)તબરેજ તાબુદીન આલમ ઉવ.૨૬ રહે.જનતા કોલોની ભારતનગર ગાંધીધામની ધરપકડ કરી છે.
ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો