ગૃહ રાજ્યપ્રધાન હર્ષ સંઘવીએ (Harsh Sanghavi) નામ લીધા વિના આમ આદમી પાર્ટી (Aam Aadmi Party) પર પ્રહાર કર્યા છે. ગુજરાતની મુલાકાત દરમિયાન ગઇકાલે અરવિંદ કેજરીવાલે (Arvind Kejriwal) સી.આર.પાટીલ પર પ્રહાર કર્યો હતો. ત્યારે હવે ભાજપ વતી હર્ષ સંઘવીએ પણ આપ પર પલટવાર કર્યો છે. હર્ષ સંઘવીએ ગુજરાતની જનતા યોગ્ય સમયે યોગ્ય જવાબ આપતી હોય છે અને ભવિષ્યમાં પણ આપશે. હર્ષ સંઘવીએ કહ્યુ કે જે વ્યક્તિની જેવી સમજ હોય તેવા તે નિવેદન કરતો હોય છે. હર્ષ સંઘવીએ દાવો કર્યો કે રાજ્યની જનતા અરવિંદ કેજરીવાલને સમયસર જવાબ આપશે.
મહત્વપૂર્ણ છે કે ગુજરાત પ્રવાસે આવેલા દિલ્લીના સીએમ અરવિંદ કેજરીવાલે ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ પર નિશાન તાક્યુ હતું અને ગુજરાત ભાજપના પ્રદેશ અધ્યક્ષ, મહારાષ્ટ્રના કેમ અને ગુજરાત ભાજપને ગુજરાતી પ્રમુખ ક્યારે મળશે તેવો વેધક સવાલ કર્યો હતો. કેજરીવાલ આટલેથી નહોતા અટક્યા અને સી.આર. પાટીલ જ સરકાર ચલાવતા હોવાની ચર્ચાનો પણ ઉલ્લેખ કરીને ગુજરાતના લોકોના અપમાનની વાત કરી હતી.
કેજરીવાલની ગુજરાત મુલાકાત પહેલા પણ ભાજપ અને આપ વચ્ચે ટ્વીટર વોર જોવા મળ્યુ હતુ. કેજરીવાલે ગુજરાતમાં વહેલી ચૂંટણી આવવાના લઈને પણ ટ્વીટ કર્યું હતું. ત્યારે પાટીલે તેનો વળતો પ્રહાર કર્યો હતો. પાટીલે ટ્વીટ કરી લખ્યું હતુ કે “ખાલિસ્તાની માનસિકતા ધરાવતા લોકોને પોતાની પાર્ટીમાં જવાબદારી આપતા અને ખાલિસ્તાનની માગણી કરવી એ બંધારણીય અધિકાર છે. એવું માનતા અરવિંદ કેજરીવાલ આ દેશની સુરક્ષા માટે ખતરારૂપ છે.”