આજનું હવામાન : ગુજરાતવાસીઓ માટે રાહતના સમાચાર ! આ જિલ્લાઓમાં ભારે પવન અને અહીં વરસાદની આગાહી, જુઓ Video

|

May 30, 2024 | 10:29 AM

હવામાન વિભાગની આગાહી અનુસાર ગુજરાતવાસીઓને કાળઝાળ ગરમીથી રાહત મળી શકે છે. આગામી પાંચ દિવસ ગરમીમાં આંશિક ઘટાડો નોંધાશે. તેમજ આ જિલ્લાઓમાં વરસાદની આગાહી કરવામાં આવી છે.

હવામાન વિભાગની આગાહી અનુસાર ગુજરાતવાસીઓને કાળઝાળ ગરમીથી રાહત મળી શકે છે. આગામી પાંચ દિવસ ગરમીમાં આંશિક ઘટાડો નોંધાશે. મહત્તમ તાપમાનમાં 2 ડિગ્રી જેટલો ઘટાડો આવી શકે છે.રાજ્યમાં આગામી પાંચ દિવસ વાતાવરણ સુકુ રહેશે તેવી આગાહી કરવામાં આવી છે.

વરસાદની આગાહી

અમદાવાદમાં 43 ડિગ્રી જેટલુ તાપમાન રહેવાની આગાહી છે તો કચ્છ, બનાસકાંઠા, પાટણ, સુરેન્દ્રનગરમાં આંધી વંટોળની હવામાન વિભાગે આગાહી કરી છે. બીજી તરફ હવામાન શાસ્ત્રી પરેશ ગોસ્વામીની આગાહી અનુસાર આજે 2થી 10 જૂનમાં ગુજરાતમાં સારો વરસાદ વરસે તેવી સંભાવના વ્યક્ત કરી છે. જો કે ગુજરાતના કેટલાક વિસ્તારોમાં વરસાદી ઝાપટા પડી શકે છે.

ક્યા જિલ્લામાં કેટલુ રહેશે તાપમાન

હવામાન વિભાગની આગાહી અનુસાર અમદાવાદ, અરવલ્લી, ગાંધીનગર, મહીસાગર, મહેસાણા, પાટણ, સાબરકાંઠા સહિતના જિલ્લાઓમાં 41 ડિગ્રી મહત્તમ તાપમાન રહે તેવી સંભાવના છે. રાજકોટ, પંચમહાલ, ખેડા, બનાસકાંઠા, અમરેલી સહિતના જિલ્લાઓમાં 40 ડિગ્રી મહત્તમ તાપમાન રહે તેવી સંભાવના છે. આણંદ, ભાવનગર, દાહોદ, છોટાઉદેપુર, કચ્છ, મોરબી, વડોદરા સહિતના જિલ્લાઓમાં 39 ડિગ્રી મહત્તમ તાપમાન રહે તેવી સંભાવના છે.

 

Next Video