Varsad na Samachar : ગુજરાતમાં ચોમાસું નિયત સમય કરતાં મોડુ બેસવાની સંભાવના, જુઓ Video

|

Jun 02, 2023 | 10:09 AM

ગુજરાતમાં ચોમાસું નિયત સમય કરતાં મોડુ બેસવાની સંભાવના છે. આમ તો 1 જૂને કેરળમાં વરસાદ થાય તેના 15 દિવસમાં ગુજરાતમાં ચોમાસું સત્તાવાર એન્ટ્રી લે છે.

Weather News : ગુજરાતમાં ચોમાસું નિયત સમય કરતાં મોડુ બેસવાની સંભાવના છે. આમ તો 1 જૂને કેરળમાં વરસાદ થાય તેના 15 દિવસમાં ગુજરાતમાં ચોમાસું સત્તાવાર એન્ટ્રી લે છે. જો કે, આ વખતે વરસાદી સિસ્ટમ પર વાવાઝોડું જોખમી સાબિત થાય તેવી સંભાવના છે. એટલે વરસાદી વાતાવરણ તો રહેશે, પરંતુ આ વાતાવરણ ચોમાસાનું નહીં હોય, તે વાવાઝોડાની અસર હશે.

આ પણ વાંચો : Gujarati Video : જેતપુરના સ્વામિનારાયણ મંદિરની પાછળના ભાગે દબાણ દૂર કરાયા, નોટિસ ન આપી હોવાનો સ્થાનિકોનો આક્ષેપ

વાવાઝોડું અરબ સાગરમાં આકાર લઈ રહ્યું છે, જે 6 જૂને સક્રિય થવાની સંભાવના છે, જો તે કેરળથી ગુજરાતના પશ્ચિમ ભાગના સમુદ્રી કાંઠા તરફ આવે, રાજ્યમાં 15 જૂનને બદલે 25 જૂન બાદ થઈ શકે છે. ચોમાસાની સત્તાવાર એન્ટ્રી છે. વાવાઝોડુ ઓમાન તરફ ફંટાય તો પણ ચોમાસાની ગતિવિધી જૂનના છેલ્લા અઠવાડિયામાં જ શરૂ થશે.

તો બીજી તરફ હવામાન વિભાગની પણ આગાહી છે કે, આગામી 24 કલાક દરમિયાન વરસાદ વરસી શકે છે. જોકે, આ દરમિયાન સામાન્ય વરસાદ વરસે તેવું અનુમાન છે. ખાસ કરીને સૌરાષ્ટ્ર અને કચ્છમાં વરસાદી માહોલ રહેશે. તો હવામાન વિભાગે અમદાવાદમાં 1 જૂન અને 4 જૂન માટે હવામાન વિભાગે યલો એલર્ટ જાહેર કર્યું છે.

 હવામાન અને ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

 

Published On - 10:07 am, Fri, 2 June 23

Next Video