આજનું હવામાન : ગુજરાત પર 2 વરસાદીય સિસ્ટમ સક્રિય, મધ્ય ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ ખાબકવાની આગાહી, જુઓ Video

| Updated on: Jul 27, 2024 | 10:07 AM

હવામાન વિભાગની આગાહી અનુસાર આજે ગુજરાતના કેટલાક વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળશે.હવામાન વિભાગના જણાવ્યા અનુસાર ગુજરાતમાં વરસાદની 2 સિસ્ટમ સક્રિય છે. જેના પગલે હજુ આગામી 4 દિવસ વરસાદી માહોલ રહે તેવી સંભાવના છે.

ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદની આગાહી

પંચમહાલ, દાહોદ, વડોદરા, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ, ડાંગ, તાપી, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ સહિતના જિલ્લાઓમાં ભારે વરસાદ વરસે તેવી શક્યતા છે. તેમજ આગામી દિવસોમાં બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, મહીસાગર, સુરેન્દ્રનગર, રાજકોટ, પોરબંદર, જુનાગઢ, બોટાદ અને દીવમાં પણ ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.

વરસાદને લઈ અંબાલાલ પટેલની મોટી આગાહી

બીજી તરફ હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલેની આગાહી અનુસાર આજે આગામી 4 દિવસ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ ખાબકી શકે છે. તેમજ મધ્ય ગુજરાતમાં પણ ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરી છે. આ ઉપરાંત દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારમાં 8 ઈંચ જેટલો વરસાદ ખાબકી શકે છે.

Published on: Jul 27, 2024 10:05 AM