ગુજરાતનું હવામાન : આજે ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદ પડવાની સંભાવના, જુઓ વીડિયો
હવામાન વિભાગની આગાહી અનુસાર આજે અનેક જિલ્લાઓમાં વરસાદની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે. તેમજ ઉત્તર ગુજરાત અને ગાંધીનગર સહિતના વિસ્તારોમાં સામાન્ય વરસાદ પડે તેવી શક્યતાઓ છે. તો સૌરાષ્ટ્રમાં આજે જૂનાગઢ, રાજકોટ, દ્વારકા, પોરબંદરમાં પણ વરસાદ પડે તેવી શક્યતા છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સર્જાતા વરસાદ પડે તેવી સંભાવના છે.
હવામાન વિભાગની આગાહી અનુસાર આજે મંગળવારે રાજ્યમાં છુટો છવાયો વરસાદ પડે તેવી સંભાવના છે. તેમજ સાબરકાંઠા,અરવલ્લી, ગાંધીનગર સહિતના જિલ્લાઓમાં સામાન્ય વરસાદ પડે તેવી શક્યતાઓ છે. તો બીજી તરફ આજે જૂનાગઢ, રાજકોટ, દ્વારકા, પોરબંદરમાં પણ વરસાદ પડે તેવી શક્યતા છે. હવામાન વિભાગ અનુસાર વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સર્જાતા વરસાદ પડે તેવી સંભાવના છે.
તો આજે મંગળવારે અમદાવાદ, આણંદ, ભાવનગર, છોટાઉદેપુર, ડાંગ, ખેડા, પાટણ,વડોદરા સહિતના જિલ્લાઓમાં 35 ડિગ્રી તાપમાન રહે તેવી શક્યતા છે. તો બીજી તરફ બોટાદ, દેવભૂમિ દ્વારકા, મોરબી,નવસારી, રાજકોટ સહિતના જિલ્લાઓમાં 37 ડિગ્રી તાપમાન રહે તેવી સંભાવના છે.
તો આ તરફ અરવલ્લી,બનાસકાંઠા, દાહોદ, ગાંધીનગર, કચ્છ,મહીસાગર, મહેસાણા,સાબરકાંઠા સહિતના જિલ્લાઓમાં 34 ડિગ્રી તાપમાન રહે તેવી શક્યતા છે. તેમજ ભરુચ, ડાંગ, કચ્છ,નર્મદા સહિતના જિલ્લાઓમાં 22 ડિગ્રી ન્યૂનતમ તાપમાન રહે તેવી શક્યતા છે. અમરેલી,બોટાદ,જુનાગઢ, મોરબી, રાજકોટમાં 23 ડિગ્રી ન્યૂનતમ તાપમાન રહે તેવી સંભાવના છે.
