Gujarat Weather Forecast : આજે પોરબંદર સહિતના જિલ્લાઓમાં 35 ડિગ્રી તાપમાન રહે તેવી સંભાવના, જુઓ Video

|

Oct 06, 2023 | 8:27 AM

હવામાન વિભાગ અનુસાર આજે શુક્રવારે રાજ્યમાં વાદળછાયુ વાતાવરણ રહે તેવી સંભાવના વ્યક્ત કરી છે. આ સાથે સવારે અને સાંજે ગુલાબી ઠંડીનો અહેસાસ થઈ શકશે. તો બપોરે ગરમીનો અનુભવ થવાની સંભાવના છે. ડાંગ જિલ્લામાં મહત્તમ તાપમાન 30 ડિગ્રી રહેશે.તો આ તરફ અમદાવાદ, ભરુચ, ભાવનગર, દેવભૂમિ દ્વારકા, મોરબી, પાટણ, પોરબંદર સહિતના જિલ્લાઓમાં 35 ડિગ્રી તાપમાન રહે તેવી સંભાવના છે.

Weather Forecast : હવામાન વિભાગ અનુસાર આજે શુક્રવારે રાજ્યમાં વાદળછાયુ વાતાવરણ રહે તેવી સંભાવના વ્યક્ત કરી છે. આ સાથે સવારે અને સાંજે ગુલાબી ઠંડીનો અહેસાસ થઈ શકશે. તો બપોરે ગરમીનો અનુભવ થવાની સંભાવના છે. ડાંગ જિલ્લામાં મહત્તમ તાપમાન 30 ડિગ્રી રહેશે.

આ પણ વાંચો : Gujarat Weather Forecast : આજે Patan સહિતના અનેક જિલ્લાઓમાં ગરમીનો અનુભવ થાય તેવી સંભાવના, જુઓ Video

તો આ તરફ અમદાવાદ, ભરુચ, ભાવનગર, દેવભૂમિ દ્વારકા, મોરબી, પાટણ, પોરબંદર સહિતના જિલ્લાઓમાં 35 ડિગ્રી તાપમાન રહે તેવી સંભાવના છે. તેમજ છોટાઉદેપુર, દાહોદ, ગાંધીનગર, મહીસાગર, સાબરકાંઠા, સુરત સહિતના જિલ્લાઓમાં 34 ડિગ્રી તાપમાન રહે તેવી સંભાવના છે. અમરેલી, આણંદ, અરવલ્લી, જુનાગઢ, મહેસાણા, નર્મદા, નવસારી, તાપી સહિતના જિલ્લાઓમાં 32ડિગ્રી તાપમાન રહે તેવી સંભાવના છે.

રાજ્યમાં ન્યૂનતમ તાપમાન કેટલુ રહેશે

હવામાન વિભાગની અનુસાર રાજ્યમાં ન્યૂનતમ તાપમાન બોટાદ,સાબરકાંઠા, વલસાડમાં 21 ડિગ્રી તાપમાન રહે તેવી સંભાવના છે. તો બીજી તરફ અમદાવાદ, દેવભૂમિ દ્વારકા, જામનગર, કચ્છ, મહેસાણા, વડોદરા સહિતના જિલ્લાઓમાં 24 ડિગ્રી ન્યૂનતમ તાપમાન રહે તેવી સંભાવના છે. ભરુચ, ભાવનગર, ગાંધીનગર, પોરબંદર, રાજકોટ સહિતના જિલ્લાઓમાં 22 ડિગ્રી ન્યૂનતમ તાપમાન રહે તેવી સંભાવના છે.

હવામાન અને ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Next Video