Gujarat Weather Forecast : રાજ્યવાસીઓને થશે ગરમીનો અનુભવ ! ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં છુટાછવાયા વરસાદની સંભાવના, જુઓ Video
હવામાન વિભાગની આગાહી અનુસાર આજે ઉત્તર-દક્ષિણ ગુજરાતમાં હળવો વરસાદ પડવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. તો આ તરફ સૌરાષ્ટ્રામાં છુટોછવાયો વરસાદ પડે તેવી સંભાવના વ્યક્ત કરી છે. આ સાથે રાજ્યના અનેક જિલ્લાઓમાં ભેજવાળું વાતાવરણ રહે તેવી સંભાવના છે. તો આજે બુધવારે ગુજરાતવાસીઓને ગરમીનો અનુભવ પણ થઈ શકે છે.
Weather Forecast : હવામાન વિભાગની આગાહી અનુસાર આજે બુધવારે રાજ્યમાં હળવા વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. હવામાન વિભાગની આગાહી અનુસાર આજે ઉત્તર-દક્ષિણ ગુજરાતમાં હળવો વરસાદ પડવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. તો આ તરફ સૌરાષ્ટ્રામાં છુટોછવાયો વરસાદ પડે તેવી સંભાવના વ્યક્ત કરી છે. આ સાથે રાજ્યના અનેક જિલ્લાઓમાં ભેજવાળું વાતાવરણ રહે તેવી સંભાવના છે. તો આજે બુધવારે ગુજરાતવાસીઓને ગરમીનો અનુભવ પણ થઈ શકે છે. જો કે હાલમાં કોઈ સિસ્ટમ એક્ટિવ ન હોવાથી વરસાદ થવાની સંભાવના નહીંવત છે.
રાજ્યમાં કેટલુ રહેશે તાપમાન
હવામાન વિભાગની આગાહી અનુસાર આજે બુધવારે અરવલ્લી, જુનાગઢ,રાજકોટમાં 30 ડિગ્રી તાપમાન રહે તેવી સંભાવના છે. તો આણંદ, કચ્છમાં 34 ડિગ્રી તાપમાન રહે તેવી શક્યતા છે. તેમજ ડાંગ, જામનગર, નર્મદા, નવસારી સહિતના જિલ્લાઓમાં 28 ડિગ્રી તાપમાન રહે તેવી સંભાવના છે. આ તરફ દાહોદ, ગીર સોમનાથ, ખેડા, મહીસાગર, પંચમહાલ, પાટણ, સુરત, વડોદરા સહિતના જિલ્લાઓમાં 29 ડિગ્રી તાપમાન રહે તેવી શક્યતા છે.