Gujarat Weather forecast : આજે રાજ્યમાં તોફાની વરસાદની આગાહી, જામનગર સહિત અનેક જિલ્લાઓમાં જાહેર કરાયુ રેડ ઍલર્ટ

Gujarat Weather forecast : આજે રાજ્યમાં તોફાની વરસાદની આગાહી, જામનગર સહિત અનેક જિલ્લાઓમાં જાહેર કરાયુ રેડ ઍલર્ટ

TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 09, 2023 | 7:20 AM

હવામાન વિભાગની આગાહી અનુસાર આજે રાજ્યમાં ભારે વરસાદ ખાબકે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. તો આજે અમદાવાદ, આણંદ, ભરુચ,દેવભૂમિ દ્વારકા, ગાંધીનગર, ગીરસોમનાથ,જુનાગઢ,ખેડા,મહેસાણા, પાટણ તેમજ પોરબંદરમાં 31 ડિગ્રી તાપમાન રહે તેવી સંભાવના છે.

Weather forecast :  રાજ્યમાં ચોમાસાની શરુઆતથી જ મેઘરાજાએ જમાવટ કરી છે. હવામાન વિભાગની આગાહી અનુસાર આજે રાજ્યમાં ભારે વરસાદ ખાબકે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. અમરેલી અને બોટાદમાં 33 ડિગ્રી તાપમાન રહે તેવી સંભાવના છે. તો આ તરફ અરવલ્લી, છોટાઉદેપુર, મહીસાગર, પંચમહાલમાં 30 ડિગ્રી તાપમાન રહે તેવી સંભાવના છે.

તો આજે અમદાવાદ, આણંદ, ભરુચ,દેવભૂમિ દ્વારકા, ગાંધીનગર,ગીરસોમનાથ,જુનાગઢ,ખેડા,મહેસાણા, પાટણ તેમજ પોરબંદરમાં 31 ડિગ્રી તાપમાન રહે તેવી સંભાવના છે.

આ પણ વાંચો : Gujarat Weather forecast : આજે સુરત સહિત અનેક જિલ્લાઓમાં વાદળછાયુ વાતાવરણ રહે તેવી સંભાવના, જુઓ Video

તો આ તરફ આજે જામનગર અને ભાવનગર જિલ્લામાં 32 ડિગ્રી તાપમાન રહે તેવી સંભાવના છે. તો બીજી તરફ નર્મદા, નવસારી,સાબરકાંઠા, સુરત,તાપી અને વલસાડમાં 29 ડિગ્રી તાપમાન રહે તેવી સંભાવના છે. તો આજે રાજ્ય ભરમાં વાદળછાયુ વાતાવરણ રહે તેવી સંભાવના છે.

જામનગર સહિત અનેક જિલ્લાઓમાં જાહેર કરાયુ રેડ ઍલર્ટ

હવામાન વિભાગની આગાહી અનુસાર 8 જુલાઈએ ગુજરાતના અલગ અલગ વિસ્તારોમાં રેડ, ઓરેન્જ અને યેલો ઍલર્ટ આપવામાં આવ્યુ છે. તો જામનગરમાં 8 જૂલાઈએ રેડ ઍલર્ટ આપવામાં આવ્યુ છે. તો બીજી તરફ કચ્છ, રાજકોટ જુનાગઢ, અમરેલી, ભરૂચ, ભાવનગર અને સુરતમાં યલો ઍલર્ટ આપવામાં આવ્યુ છે. જ્યારે દ્વારકા, પોરબંદર, નવસારી અને વલસાડમા ઓરેન્જ ઍલર્ટ જાહેર કરાયુ છે.

હવામાન અને ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published on: Jul 07, 2023 07:00 AM
g clip-path="url(#clip0_868_265)">