Gujarat Weather Forecast : રાજ્યમાં વરસાદનું જોર ઘટે તેવી શક્યતા, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં સામાન્ય વરસાદ પડે તેવી સંભાવના, જુઓ Video

|

Jul 26, 2023 | 8:01 AM

રાજ્યમાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં સામાન્ય વરસાદ વરસે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે પણ આગાહી કરી છે કે 27 જુલાઈથી રાજ્યમાં વરસાદનું જોર ફરીથી વધે તેવી શક્યતા છે.

Gujarat Rain : હવામાન વિભાગની આગાહી અનુસાર આજથી બુધવારેથી વરસાદનું જોર ઘટે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. આ સાથે રાજ્યમાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં સામાન્ય વરસાદ વરસે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. હવામાન જાણકાર અંબાલાલ પટેલે પણ આગાહી કરી છે કે 27 જુલાઈથી રાજ્યમાં વરસાદનું જોર ફરીથી વધે તેવી શક્યતા છે.

આ પણ વાંચો : Monsoon 2023: આગામી સપ્તાહમાં રાજ્યભરમાં વરસાદને લઈ વેધર વોચ ગ્રુપની મળી બેઠક, શું થઈ ચર્ચા, જાણો

27 જુલાઇથી 5 ઓગસ્ટ સુધી ભેજવાળા પવન રહે તેવી સંભાવના છે. ભેજવાળા પવન પશ્ચિમ ભારતમાં રહે તેવી સંભાવના છે. તો તેની અસર થવાથી રાજ્યમાં વરસાદ રહે તેવી શક્યતા છે. ઉત્તર અને મધ્ય ગુજરાતમાં પણ વરસાદને પગલે નદીઓમાં પૂરની સ્થિતિ રહે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.

રાજ્યમાં કેટલુ રહેશે તાપમાન

હવામાન વિભાગની આગાહી અનુસાર આજે બુધવારે અમદાવાદ, આણંદ, ભાવનગર, બોટાદ, ગીર સોમનાથ, ખેડા, મહીસાગર,નર્મદા,સાબરકાંઠા, સુરેન્દ્રનગર જેવા જિલ્લાઓમાં 30 ડિગ્રી તાપમાન રહે તેવી સંભાવના છે. તો આ તરફ રાજકોટ, મહેસાણા,જામનગરમાં 32 ડિગ્રી તાપમાન રહે તેવી સંભાવના છે. બનાસકાંઠા, ભરુચ, દાહોદ,દેવભૂમિ દ્વારકા, ગાંધીનગર, નવસારી, પાટણ જેવા જિલ્લાઓમાં 29 ડિગ્રી તાપમાન રહે તેવી સંભાવના છે. અમરેલી, કચ્છ, મોરબી, પોરબંદર જેવા જિલ્લાઓમાં 31 ડિગ્રી તાપમાન રહે તેવી સંભાવના છે. તો બીજી તરફ અરવલ્લી, છોટાઉદેપુર, જુનાગઢ, પંચમહાલ, વલસાડ જેવા જિલ્લાઓમાં 28 ડિગ્રી તાપમાન રહે તેવી સંભાવના છે.

હવામાન અને ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Next Video