Weather Forecast: હવામાન વિભાગ દ્વારા વરસાદને લઈ ફરી એક વાર આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગ અનુસાર આજે શનિવારે રાજ્યના કેટલાક વિસ્તારોમાં સામાન્ય વરસાદ પડી શકે છે. તો રાજ્યમાં આગામી 7 દિવસમાં ભારે વરસાદની શક્યતા નહિવત વ્યક્ત કરવામાં આવી છે.
પરંતુ દક્ષિણ ગુજરાતમાં સામાન્ય વરસાદ પડે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. સુરત, વલસાડ, નવસારી અને તાપીમાં છૂટાછવાયા વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે. જયારે અમદાવાદ અને ગાંધીનગરમાં વાદળછાયું વાતાવરણ રહે તેવી સંભાવના છે. તો રાજ્યમાં તાપમાનમાં 2 ડીગ્રીનો વધારો થઈ શકે છે.
હવામાન વિભાગની આગાહી અનુસાર આજે શનિવારે વલસાડમાં 30 ડિગ્રી તાપમાન રહે તેવી સંભાવના છે. તો કચ્છ, મહીસાગર, મહેસાણા, નર્મદા, વડોદરા જેવા જિલ્લાઓમાં 34 ડિગ્રી તાપમાન રહે તેવી સંભાવના છે. તેમજ અમદાવાદ, પાટણ,રાજકોટ જેવા જિલ્લાઓમાં 35 ડિગ્રી તાપમાન રહે તેવી સંભાવના છે. તો ડાંગ, ગીર સોમનાથ, પોરબંદર જેવા જિલ્લાઓમાં 29 ડિગ્રી તાપમાન રહે તેવી સંભાવના છે. તો અરવલ્લી, બનાસકાંઠા, ભરુચ, છોટાઉદેપુર, જુનાગઢ, ખેડા જેવા જિલ્લાઓમાં 32 ડિગ્રી તાપમાન રહે તેવી સંભાવના છે.
હવામાન અને ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો