Gujarat Weather Forecast: આજે રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદની સંભાવના, જુઓ Video

|

Aug 22, 2023 | 7:48 AM

હવામાન વિભાગની આગાહી અનુસાર આજે મંગળવારે રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદ પડે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. રાજ્યમાં આગામી 7 દિવસ હળવાથી મધ્યમ વરસાદની હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી છે.

Monsoon 2023 : હવામાન વિભાગની આગાહી અનુસાર આજે મંગળવારે રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદ પડે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. રાજ્યમાં આગામી 7 દિવસ હળવાથી મધ્યમ વરસાદની હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી છે. મધ્યપ્રદેશમાં સર્જાયેલા લો પ્રેશરની અસરથી વરસાદના નવા રાઉન્ડની શરૂઆત થાય તેવી સંભાવના છે.

લાંબા વિરામ બાદ વરસાદનું વરસતાં લોકોને ઉકળાટમાંથી રાહત મળી શકે છે. આજની વાત કરીએ તો આજે દમણ, દાદરાનગર હવેલી, સૌરાષ્ટ્ર, કચ્છ અને દીવમાં ગાજવીજ સાથે વરસાદ પડવાની સંભાવના છે.

આ પણ વાંચો : Monsoon 2023 : ગુજરાતના 207 જળાશયમાં 74.24 ટકા જળસંગ્રહ, નર્મદા ડેમ 77.47 ટકા ભરાતા ખેડૂતોમાં ખુશીનો માહોલ, જૂઓ Video

તો બીજી તરફ આજે મંગળવારે પાટણ, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, અમદાવાદ, મહિસાગર, વડોદરા, ડાંગ, તાપી, નવસારી, વલસાડ, દમણ, દાદરાનગર હવેલી,માં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદ પડે તેવી સંભાવના છે. અને સુરેન્દ્રનગર, જૂનાગઢ, ગીરસોમનાથ, બોટાદ, કચ્છ અને દીવમાં ગાજવીજ સાથે હળવો વરસાદ વરસી શકે છે.

રાજ્યમાં કેટલુ રહેશે તાપમાન

હવામાન વિભાગની આગાહી અનુસાર આજે મંગળવારે અમરેલી, દાહોદ, ગાંધીનગર,નવસારી,પોરબંદર, વલસાડ સહિતના જિલ્લાઓમાં 30 ડિગ્રી તાપમાન રહે તેવી સંભાવના છે. તો અમદાવાદમાં અને દેવભૂમિ દ્વારકામાં 29 ડિગ્રી તાપમાન રહે તેવી સંભાવના છે. તો આ તરફ આણંદ, ગીર સોમનાથ અને રાજકોટમાં 34 ડિગ્રી તાપમાન રહે તેવી સંભાવના છે. તેમજ ભરુચ, ભાવનગર, મહીસાગર, મહેસાણા અને તાપી જિલ્લામાં 32 ડિગ્રી તાપમાન રહે તેવી સંભાવના છે. તેમજ બનાસકાંઠા, બોટાદ, ડાંગ, જુનાગઢ, કચ્છ જેવા જિલ્લાઓમાં 31 ડિગ્રી તાપમાન રહે તેવી સંભાવના છે.

હવામાન અને ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Next Video