Gujarat Weather Forecast: આજે સૌરાષ્ટ્ર સહિત રાજ્યના અનેક વિસ્તારોમાં હળવા વરસાદની સંભાવના, જુઓ Video

|

Aug 25, 2023 | 7:51 AM

હવામાન વિભાગની આગાહી અનુસાર આજે શુક્રવારે રાજ્યમાં છૂટોછવાયો વરસાદ રહે તેવી સંભાવના છે. આગામી 24 કલાક છૂટોછવાયો વરસાદ રહેશે. હાલ રાજ્યમાં સારા વરસાદ થવાના કોઈ અણસાર નથી.

હવામાન વિભાગની આગાહી અનુસાર આજે શુક્રવારે રાજ્યમાં છૂટોછવાયો વરસાદ રહે તેવી સંભાવના છે. આગામી 24 કલાક છૂટોછવાયો વરસાદ રહેશે. હાલ રાજ્યમાં સારા વરસાદ થવાના કોઈ અણસાર નથી. વરસાદને લઈ હવામાન વિભાગે આગાહી કરી છે જે મુજબ અલનીનોની અસરના કારણે વરસાદ નહીંવત રહેશે.

આ પણ વાંચો : Gujarat Weather Forecast: આજે ગાંધીનગર સહિત અનેક જિલ્લાઓમાં છૂટાછવાયા વરસાદની સંભાવના, જુઓ Video

આગામી બે દિવસ સૌરાષ્ટ્રમાં હળવો વરસાદ રહેશે. જ્યારે દક્ષિણ ગુજરાતમાં હળવો વરસાદ પડી શકે છે. સુરત, નવસારી, વલસાડ, ડાંગ અને તાપીમાં હળવો વરસાદ રહેશે. જ્યારે અમદાવાદ અને ગાંધીનગરમાં પણ છૂટાછવાયા વરસાદની આગાહી કરવામાં આવી છે. તો ઉત્તર ગુજરાત માટે થોડા ચિંતાના સમાચાર છે. કારણ કે ઉત્તર ગુજરાતમાં હાલ વરસાદની કોઇ શક્યતા નથી.

રાજ્યમાં કેટલુ રહેશે તાપમાન

તો હવામાન વિભાગની આગાહી અનુસાર આજે શુક્રવારે રાજ્યમાં દાહોદ, જુનાગઢ, મોરબી, રાજકોટ, સાબરકાંઠા સહિતના જિલ્લાઓમાં 30 ડિગ્રી તાપમાન રહે તેવી સંભાવના છે. તો આ બાજુ ભરુચ, જામનગર, કચ્છ, મહીસાગર, નર્મદા, પોરબંદર સહિતના જિલ્લાઓમાં 32 ડિગ્રી તાપમાન રહે તેવી સંભાવના છે. તો આ તરફ અરવલ્લી, બનાસકાંઠા, છોટાઉદેપુર, દેવભૂમિ દ્વારકા, મહેસાણા, પંચમહાલ, સુરેન્દ્રનગર, તાપી સહિતના જિલ્લાઓમાં 31 ડિગ્રી તાપમાન રહે તેવી સંભાવના છે. બીજી તરફ આજે ગીરસોમનાથ, સુરત અને વડોદરામાં 29 ડિગ્રી તાપમાન રહે તેવી સંભાવના છે.

હવામાન અને ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Next Video