Gujarat Weather Forecast: આજે ઉત્તર ગુજરાત સહિત રાજ્યના અનેક વિસ્તારમાં હળવા વરસાદની સંભાવના, જુઓ Video

|

Aug 26, 2023 | 7:29 AM

હવામાન વિભાગની આગાહી અનુસાર અમદાવાદ, ગાંધીનગર, ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છમાં સામાન્ય વરસાદ પડી શકે છે. પરંતુ 24 કલાક બાદ વરસાદ પડવાની શક્યતા નહીંવત છે.

Gujarat Rain : હવામાન વિભાગ અનુસાર આજે શનિવારે રાજ્યમાં હળવા વરસાદ પડે તેવી સંભાવના છે. જો કે હાલમાં કોઈ વરસાદી સિસ્ટમ સક્રિય નથી, જેના કારણે સારા વરસાદની રાહ જોવી પડે તેવી સંભાવના છે. જેના કારણે આગામી દિવસોમાં વરસાદ પડવાની શક્યતા નહીંવત છે. જો કે આગામી 24 કલાક દરમિયાન રાજ્યના કેટલાક વિસ્તારોમાં હળવો વરસાદ પડી શકે છે.

આ પણ વાંચો : Monsoon 2023 : અંબાલાલ પટેલે વરસાદને લઈ કરી આગાહી, ગુજરાતમાં આગામી 48 કલાકમાં મધ્યમથી ભારે વરસાદની સંભાવના, જુઓ Video

અમદાવાદ, ગાંધીનગર, ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છમાં સામાન્ય વરસાદ પડી શકે છે. પરંતુ 24 કલાક બાદ વરસાદ પડવાની શક્યતા નહીંવત છે. હવામાન વિભાગ અનુસાર દક્ષિણ પશ્ચિમમાંથી ફૂંકાતા પવનો અને ભેજના કારણે હાલ વાદળછાયું વાતાવરણ છે. સૂકા વાતાવરણના કારણે તાપમાનમાં વધારો નોંધાશે અને ગરમીનો અહેસાસ પણ થશે.

રાજ્યમાં કેટલુ રહેશે તાપમાન

તો હવામાન વિભાગની આગાહી અનુસાર આજે શનિવારે અમદાવાદ, ભરુચ, ગાંધીનગર, જુનાગઢ, મોરબી, રાજકોટ, સાબરકાંઠા સહિતના જિલ્લાઓમાં 30 ડિગ્રી તાપમાન રહે તેવી સંભાવના છે. તો બીજી તરફ આજે અમદાવાદ, આણંદ, બનાસકાંઠા, બોટાદ, દેવભૂમિ દ્વારકા, જામનગર, મહીસાગર સહિતના જિલ્લાઓમાં 32 ડિગ્રી તાપમાન રહે તેવી સંભાવના છે. તો આ તરફ આજે ભાવનગર, દાહોદ જિલ્લાઓમાં 31 ડિગ્રી તાપમાન રહે તેવી સંભાવના છે. આ તરફ છોટાઉદેપુર, નવસારી, વલસાડ સહિતના જિલ્લાઓમાં 28 ડિગ્રી તાપમાન રહે તેવી સંભાવના છે.

હવામાન અને ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Next Video