Gujarat Weather Forecast : આજે રાજ્યમાં બનાસકાંઠા સહિત 5 જિલ્લાઓમાં અપાયુ રેડ એલર્ટ, જુઓ Video

|

Sep 19, 2023 | 7:56 AM

હવામાન વિભાગ અનુસાર આજે મંગળવારે રાજ્યમાં વરસાદને લઈને આગાહી કરવા આવી છે. હવામાન વિભાગે જણાવ્યું કે આજે દક્ષિણ રાજસ્થાનમાં લો પ્રેસર સક્રિય થવાથી વરસાદ રહે તેવી સંભાવના છે. જેમાં આજે બનાસકાંઠા, પાટણ મહેસાણા, મોરબીમાં, જુનાગઢમાં પણ મૂશળધાર વરસાદ પડે તેવી સંભાવના છે. તો સાબરકાંઠા, અરવલ્લી, રાજકોટ પોરબંદર, દ્વારકામાં પણ ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવશે.

Weather Forecast : હવામાન વિભાગ અનુસાર આજે મંગળવારે રાજ્યમાં વરસાદને લઈને આગાહી કરવા આવી છે. હવામાન વિભાગે જણાવ્યું કે આજે દક્ષિણ રાજસ્થાનમાં લો પ્રેસર સક્રિય થવાથી વરસાદ રહે તેવી સંભાવના છે. જેમાં આજે બનાસકાંઠા, પાટણ મહેસાણા, મોરબીમાં, જુનાગઢમાં પણ મૂશળધાર વરસાદ પડે તેવી સંભાવના છે. તો સાબરકાંઠા, અરવલ્લી, રાજકોટ પોરબંદર, દ્વારકામાં પણ ભારે વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવશે.

આ પણ વાંચો : Gujarat Rain : રાજ્યના 80 તાલુકાઓમાં 1 ઈંચથી વધુ વરસાદ, સૌથી વધુ જૂનાગઢના વિસાવદરમાં 12 ઈંચ વરસાદ ખાબક્યો, જુઓ Video

તેમજ અમદાવાદમાં પણ ધોધમાર વરસાદ વરસે તેવી આગાહી કરવામાં આવી છે. તેમજ હવામાન વિભાગે આજે કચ્છ, પાટણ અને મોરબીમા અતિભારે વરસાદ રહેશે. જયારે બનાસકાંઠા, દ્વરકા, પોરબંદર, ભાવનગર, જૂનાગઢ, આણંદ, ભરૂચ, સુરતમાં ભારે વરસાદ પડે તેવી સંભાવના વ્યક્ત કરી છે. તો 20 સપ્ટેબરે કચ્છ, દ્વારકા અને પોરબંદરમાં ભારે વરસાદની આગાહી વ્યક્ત કરી છે. તો આગામી 20 સપ્ટેમ્બર સુધી વરસાદ રહેવાની પણ આગાહી કરવામાં આવી છે.

5 જિલ્લામાં રેડ એલર્ટ જાહેર

હવામાન વિભાગે 5 જિલ્લામાં રેડ એલર્ટ જાહેર કર્યું  છે. જેમાં ગીરસોમનાથ, મોરબી, બનાસકાંઠા, પાટણ, મહેસાણાનો સમાવેશ થાય છે. તો કચ્છ, સુરેન્દ્રનગર, જામનગર, દ્વારકા, ગીરસોમનાથ, સાબરકાંઠામાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યુ છે. જ્યારે રાજ્યના 18 જિલ્લામાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

રાજ્યમાં કેટલુ રહેશે તાપમાન

હવામાન વિભાગની આગાહી અનુસાર આજે મંગળવારે અમદાવાદ, આણંદ, ભરુચ, દેવભૂમિ દ્વારકા, ગાંધીનગર, ગીર સોમનાથ, જામનગર સહિતના જિલ્લાઓમાં 30 ડિગ્રી તાપમાન રહે તેવી સંભાવના છે. તો અમરેલી, બનાસકાંઠા, જુનાગઢ, મહેસાણા, રાજકોટ, સુરેન્દ્રનગર સહિતના જિલ્લાઓમાં 31 ડિગ્રી તાપમાન રહે તેવી સંભાવના છે. બીજી તરફ આજે પાટણ, મહીસાગર અને ખેડા જિલ્લાઓમાં 33 ડિગ્રી તાપમાન રહે તેવી સંભાવના છે.

હવામાન અને ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published On - 7:19 am, Tue, 19 September 23

Next Video