રાજ્યના વાતાવરણ અંગે અંબાલાલ પટેલે કરી મોટી આગાહી, આ દિવસોમાં અનેક વિસ્તારોમાં પડશે ચોમાસા જેવો ધોધમાર વરસાદ- Video

રાજ્યના વાતાવરણને લઈને હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે મોટી આગાહી કરી છે. અંબાલાલની આગાહી મુજબ ભરઉનાળે રાજ્યના વાતાવરણમાં મોટા ફેરફાર જોવા મળશે. કેટલાક વિસ્તારોમાં પાણી કાઢી નાખે તેવો ચોમાસા જેવો વરસાદ પડવાની સંભાવના વ્યક્ત કરાઈ છે.

| Edited By: | Updated on: May 02, 2025 | 5:41 PM

હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે રાજ્યના વાતાવરણને લઈને મોટી આગાહી કરી છે. અંબાલાલની આગાહી મુજબ રાજ્યમાં 3 મે થી વાતાવરણમાં પલટો જોવા મળશે. ગુજરાતના અનેક વિસ્તારોમાં ભારે આંધી, વંટોળ અને ગાજવીજ સાથે વરસાદ પડવાની સંભાવના વ્યક્ત કરાઈ છે. જેમા ઉત્તર ગુજરાતમાં 50 થી 60 કિ.મી.ની ઝડપે પવન ફૂંકાશે. જ્યારે કેટલાક વિસ્તારોમાં ચોમાસા જેવો ધોધમાર વરસાદ વરસી શકે છે.

આગામી 5 મે થી 8 મે દરમિયાન અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડવાની શક્યતા સેવાઈ રહી છે. અંબાલાલના જણાવ્યા અનુસાર કચ્છ અને ઉત્તર ગુજરાતના કેટલાક ભાગોમાં પાણી કાઢી નાખે તેવો વરસાદ વરસશે. જેમા હળવા પૂર જેવી સ્થિતિ સર્જાઈ તો પણ નવાઈ નહીં. જ્યારે 11 થી 20 મે દરમિયાન વંટોળ, આંધી સાથે વરસાદી છાંટા પડવાની શક્યતા સેવાઈ રહી છે.

 ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published On - 5:41 pm, Fri, 2 May 25