આજનું હવામાન : ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ માટે જોવી પડશે રાહ ! દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી, જુઓ Video

|

Jun 21, 2024 | 8:33 AM

હવામાન વિભાગની આગાહી અનુસાર આજે ગુજરાતના કેટલાક વિસ્તારોમાં વરસાદની સંભાવના છે. ત્યારે આજે દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. તેમજ હવામાન વિભાગે આગામી 2 દિવસ માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપી છે.

હવામાન વિભાગની આગાહી અનુસાર આજે ગુજરાતના કેટલાક વિસ્તારોમાં વરસાદની સંભાવના છે. ત્યારે આજે દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. વલસાડ, દમણ અને દાદાનગર હવેલીમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.જ્યારે સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે.

ધોધમાર વરસાદ માટે જોવી પડશે રાહ

હવામાન વિભાગે આગામી 2 દિવસ માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે. આગામી 2 દિવસ ગુજરાતમાં પવનની ગતિ 40 થી 45 કી.મી પ્રતિકલાકની રહી શકે છે. ગુજરાતમાં ધોધમાર વરસાદ વરસે તે માટે ગુજરાતીઓને રાહ જોવી પડશે.

વર્તમાન સમયમાં વરસાદની આગાહી કરવામાં આવે છે તેનું મુખ્ય કારણ સાયક્લોનિક સર્ક્યુલેશન છે. ગુજરાતભરમાં સાર્વત્રિક વરસાદ થવામાં હજુ વાર લાગે તેવી સંભાવના છે. હવામાન વિભાગની આગાહી અનુસાર ચોમાસુ હજુ નવસારીમાં અટવાયેલુ છે. આવનારા 2 દિવસમાં ચોમાસું આગળ વધે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.

રાજ્યમાં કેટલુ રહેશે તાપમાન

હવામાન વિભાગની આગાહી અનુસાર આજે અમદાવાદ, બનાસકાંઠા, ગાંધીનગર, મોરબી, મહેસાણા, રાજકોટ, સાબરકાંઠા સહિતના જિલ્લાઓમાં 39 ડિગ્રી મહત્તમ તાપમાન રહે તેવી સંભાવના છે. અમરેલી, અરવલ્લી, ખેડા, મહીસાગર સહિતના જિલ્લાઓમાં 38 ડિગ્રી મહત્તમ તાપમાન રહે તેવી સંભાવના છે. તેમજ ભરુચ, ભાવનગર, છોટાઉદેપુર, દાહોદ, દેવભૂમિ દ્વારકા, નર્મદા સહિતના જિલ્લાઓમાં 36 ડિગ્રી મહત્તમ તાપમાન રહે તેવી સંભાવના છે.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Next Video