Gujarat Weather Forecast: આજે દક્ષિણ ગુજરાત સહિત અનેક વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી, જુઓ Video

|

Jun 29, 2023 | 7:28 AM

રાજ્યમાં ચોમાસુ બરાબર જામી ગયુ છે. રાજ્યના અનેક વિસ્તારોમાં મેઘ મહેર થઈ રહી છે. તેવામાં આજે ગુરુવારે અમદાવાદ, અમરેલી, ગાંધીનગર, ખેડા અને વલસાડમાં મહત્તમ તાપમાન 30 ડિગ્રી રહે તેવી સંભાવના છે.

Gujarat Rain : રાજ્યમાં ચોમાસુ બરાબર જામી ગયુ છે. રાજ્યના અનેક વિસ્તારોમાં મેઘ મહેર થઈ રહી છે. તેવામાં આજે ગુરુવારે અમદાવાદ, અમરેલી, ગાંધીનગર, ખેડા અને વલસાડમાં મહત્તમ તાપમાન 30 ડિગ્રી રહે તેવી સંભાવના છે. જ્યારે છોટાઉદેપુર, જામનગર,કચ્છ, મોરબી,પાટણ,પોરબંદર જેવા જિલ્લાઓમાં મહત્તમ તાપમાન 33 ડિગ્રી રહે તેવી સંભાવના છે.

આ પણ વાંચો : Gujarat Weather Forecast : આજે રાજ્યમાં જુનાગઢ સહિતના જિલ્લાઓમાં સામાન્ય વરસાદની આગાહી, જુઓ Video

તો આ તરફ ગીરસોમનાથ, જુનાગઢ, નવસારી, પંચમહાલ, રાજકોટ, સાબરકાંઠામાં મહત્તમ તાપમાન 31 ડિગ્રી રહે તેવી સંભાવના છે. તો બીજી તરફ મહીસાગર, નર્મદા જિલ્લાઓમાં 29 ડિગ્રી રહે તેવી સંભાવના છે.

દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી

તો હવામાન વિભાગની આગાહી અનુસાર રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગ અનુસાર આજે ફરી એક વાર દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદ પડવાની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. હવામાન વિભાગની આગાહી અનુસાર આજે સુરત, નવસારી, વલસાડ, નર્મદા, દાદરા નગર હવેલી અને દમણમાં અતિ ભારે વરસાદ ખાબકી શકે છે.

જ્યારે કે સાબરકાંઠા અને અરવલ્લીમાં પણ વરસાદી માહોલ રહે તેવી સંભાવના છે. બીજી તરફ સૌરાષ્ટ્રના જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી અને ભાવનગરમાં પણ મધ્યમથી ભારે વરસાદ પડવાની સંભાવના છે. તો બીજી તરફ વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ, તાપી અને ડાંગ સહિતના વિસ્તારોમાં પણ વરસાદી માહોલ યથાવત રહી શકે છે.

હવામાન અને ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Next Video