આજનું હવામાન : ગુજરાતમાં ગાત્રો થીજવતી ઠંડીની આગાહી, 10.6 ડિગ્રી સાથે નલિયા સૌથી ઠંડુ સ્થળ, જુઓ Video

આજનું હવામાન : ગુજરાતમાં ગાત્રો થીજવતી ઠંડીની આગાહી, 10.6 ડિગ્રી સાથે નલિયા સૌથી ઠંડુ સ્થળ, જુઓ Video

| Updated on: Dec 08, 2025 | 8:44 AM

ગુજરાત સહિત સમગ્ર ઉત્તર ભારતમાં શિયાળાનો પ્રકોપ દિવસેને દિવસે વધતો જઈ રહ્યો છે. રાજ્યભરમાં ઠંડીનો ચમકારો અનુભવાઈ રહ્યો છે. અનેક શહેરોમાં લઘુત્તમ તાપમાન 15 ડિગ્રીથી નીચે ઉતરી ગયું છે. નલિયા 10.6 ડિગ્રી સાથે ગુજરાતનું સૌથી ઠંડુ શહેર બન્યું છે.

ગુજરાત સહિત સમગ્ર ઉત્તર ભારતમાં શિયાળાનો પ્રકોપ દિવસેને દિવસે વધતો જઈ રહ્યો છે. રાજ્યભરમાં ઠંડીનો ચમકારો અનુભવાઈ રહ્યો છે. અનેક શહેરોમાં લઘુત્તમ તાપમાન 15 ડિગ્રીથી નીચે ઉતરી ગયું છે. નલિયા 10.6 ડિગ્રી સાથે ગુજરાતનું સૌથી ઠંડુ શહેર બન્યું છે. આગામી દિવસોમાં વધુ આકરી ઠંડી પડવાની આગાહી કરવામાં આવી છે.

અનેક શહેરોમાં તાપામાન 15 ડિગ્રીથી નીચે

આ તરફ ભૂજમાં 13.5 ડિગ્રી અને રાજકોટમાં 14 ડિગ્રી તાપમાન નોંધાયુ છે. ગાંધીનગર અને રાજકોટમાં 16 ડિગ્રી, જ્યારે અમદાવાદમાં લઘુત્તમ તાપમાન 16.4 ડિગ્રી નોંધાતા લોકોમાં ઠંડીનો અહેસાસ વધુ તીવ્ર બન્યો છે. તાપમાન ઘટતાં સમગ્ર રાજ્યમાં ઠંડીનું પ્રમાણ વધ્યું છે અને સવાર-સાંજ લોકો ઘરેથી બહાર નીકળવામાં હવે સંકોચ અનુભવી રહ્યા છે. ઉત્તર ભારતમાં હિમ વર્ષાના પગલે ઉત્તપ પૂર્વના ઠંડા પવનો ગુજરાત સુધી પહોંચવાની શક્યતા છે. જેના પગલે આગામી દિવસોમાં વધુ આકરી ઠંડીનો અનુભવ થઇ શકે છે.

છત્તીસગઢ અને ઓડિશામાં ભારે ઠંડીની ચેતવણી

ઉત્તર ભારતના રાજ્યોમાં પણ કડકડતી ઠંડીનો પ્રભાવ જોવા મળી રહ્યો છે. કાશ્મીરમાં તાપમાન માઈનસ 4 ડિગ્રી સુધી નીચે ઉતરી ગયું છે, જેના કારણે ઘણા વિસ્તારોમાં પાણીના સ્ત્રોત જામી રહ્યા છે અને દૈનિક જીવન પ્રભાવિત થયું છે. મધ્ય પ્રદેશ અને મહારાષ્ટ્રના વિદર્ભ વિસ્તારમાં શીતલહેરની આગાહી કરવામાં આવી છે. છત્તીસગઢ અને ઓડિશામાં હાઈ એલર્ટ જાહેર કરાયું છે, જેથી લોકોને સાવધ રહેવા સૂચના આપવામાં આવી છે.

ઉત્તર ભારતના મોટા શહેરોમાં ગાઢ ધુમ્મસ છવાતાં વાહનવ્યવહાર પર અસર પડી છે. કાનપુર, પ્રયાગરાજ, ચંડીગઢ અને દિલ્હીમાં દૃશ્યતા ઘટી જતાં રસ્તો અને હવાઈ ટ્રાફિક બંનેમાં વિલંબ થવાની શક્યતા છે. હવામાન વિભાગે તમામ નાગરિકોને જરૂરી સાવચેતી રાખવા, ગરમ કપડાં પહેરવા અને હવામાનની આગાહી પર નજર રાખવાની અપીલ કરી છે.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published on: Dec 08, 2025 08:35 AM