આજનું હવામાન : ગુજરાતમાં માવઠાના એંધાણ !સૌરાષ્ટ્રમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, જુઓ Video
હવામાન વિભાગની આગાહી અનુસાર આજે રાજ્યમાં વરસાદી માહોલ જોવા મળશે. આગામી 7 દિવસ રાજ્યમાં માવઠાના એંધાણ છે. હવામાન વિભાગે ચિંતાજનક આગાહી કરી છે. અરબ સાગરમાં બનેલા ડિપ્રેશનને લીધે કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે.
હવામાન વિભાગની આગાહી અનુસાર આજે રાજ્યમાં વરસાદી માહોલ જોવા મળશે. આગામી 7 દિવસ રાજ્યમાં માવઠાના એંધાણ છે. હવામાન વિભાગે ચિંતાજનક આગાહી કરી છે. અરબ સાગરમાં બનેલા ડિપ્રેશનને લીધે કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. જેના પગલે ગુજરાતના અનેક જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. બે દિવસ બાદ દક્ષિણ ગુજરાતમાં વરસાદનું જોર વધશે. ત્યારે માછીમારોને પાંચ દિવસ દરિયો ન ખેડવા સૂચના આપી છે. ચાર દિવસ બાદ દરિયા પર પવનનું જોર વધશે.
ઉલ્લેખનીય છે કે સૌરાષ્ટ્રના વિસ્તારોમાં ફરી એકવાર માવઠું આફત બનીને ત્રાટકે તેવી શક્યતા છે. હવામાન વિભાગની આગાહી અનુસાર 31 ઓક્ટોબર સુધી સૌરાષ્ટ્રમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે.
અરબસાગરમાં બનેલા ડિપ્રેસરના કારણે વરસાદનું જોર જોવા મળશે. સૌથી વધુ વરસાદ સૌરાષ્ટ્ર અને કચ્છમાં પડ્યો છે અને હજુ પણ આગાહી આપવામાં આવી છે. આગામી સાત દિવસ રાજ્યમાં ભારે વરસાદની આગાહી છે જેમાં આગામી ત્રણ દિવસ સૌરાષ્ટ્રમાં ઓરેન્જ અલર્ટ સાથે ભારે વરસાદ થશે તો દક્ષિણ ગુજરાતનાં જિલ્લાઓમાં બે દિવસ યેલો અલર્ટ અપાયું છે. બે દિવસ બાદ એટલે કે 30 તારીખથી દક્ષિણ ગુજરાતમાં વરસાદનું જોર વધશે. મોન્સૂન ટ્રફ, સાયકલોનિક સર્ક્યુલેશનના કારણે વરસાદ થઇ રહ્યો છે.

