Gujarat Video: વલસાડની શાહ એન.એચ. કોમર્સ કોલેજમાં પ્રોફેસરની જાતિય સતામણી કેસમાં આચાર્યનું અશોભનિય વર્તન હોવાનો ખૂલાસો

Gujarat Video: વલસાડની શાહ એન.એચ. કોમર્સ કોલેજમાં પ્રોફેસરની જાતિય સતામણી કેસમાં આચાર્યનું અશોભનિય વર્તન હોવાનો ખૂલાસો

| Edited By: | Updated on: Sep 21, 2023 | 11:44 PM

Valsad: વલસાડની શાહ એન.એચ કોમર્સ કોલેજમાં સતામણીના કેસમાં મોટો ખૂલાસો થયો છે. ડૉ ગિરીશ રાણા વિરુદ્ધ સતામણીની ફરિયાદ અંગે તપાસ સમિતિએ રિપોર્ટમાં ચોંકાવનારો ખૂલાસો કર્યો છે. આચાર્યનું વર્તન અશોભનિય હોવાનું તપાસ સમિતિના રિપોર્ટમાં સામે આવ્યુ છે. હવે દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી આચાર્ય સામે પગલા લેશે.

Valsad: વલસાડની શાહ એન.એચ. કોમર્સ કોલેજમાં સતામણીના કેસમાં તપાસ સમિતિના રિપોર્ટમાં મોટો ખૂલાસો થયો છે. આચાર્ય ડૉ ગિરીશ રાણા વિરુદ્ધ પ્રોફેસરે જાતીય સતામણીની ફરિયાદ કરી હતી. જેના પર તપાસ સમિતિએ તેમનો રિપોર્ટ સોંપ્યો છે. જેમા આચાર્યનું વર્તન અશોભનિય હોવાનો ખૂલાસો થયો છે. આ સમગ્ર કેસમાં કર્મચારીઓ, વિદ્યાર્થીઓના નિવેદન પણ લેવામાં આવ્યા હતા. આ તમામના નિવેદનને આધારે પાંચ સભ્યોની બનેલી તપાસ સમિતિએ રિપોર્ટ રજૂ કર્યો છે. જેમા આચાર્ય સામેના આરોપો પુરવાર થયા છે. હવે દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી આચાર્ય સામે પગલા લેશે.

આ પણ વાંચો: Breaking News : રાજ્યસભામાં મહિલા અનામત બિલ સર્વાનુમતે પાસ, બિલની તરફેણમાં 215 વોટ પડ્યા 

યુનિવર્સિટીએ તપાસ રિપોર્ટ તેની પોતાની ICC સમિતિને રિપોર્ટ મોકલી આપ્યો છે. જેમાં થોડા દિવસોમાં જ ICCની મિટીંગ થશે. જેમા ICC સમિતિ દ્વારા જે સૂચનો કરવામાં આવશે, તે પ્રમાણે યુનિવર્સિટી આગળની કાર્યવાહી કરશે.

વલસાડ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો