Gujarat Video: Valsad: ધરમપુરની વનરાજ કોલેજના વિદ્યાર્થીઓને સ્કોલરશીપ ન મળતા મામલતદાર કચેરી બહાર કર્યા ધરણા

Gujarat Video: Valsad: ધરમપુરની વનરાજ કોલેજના વિદ્યાર્થીઓને સ્કોલરશીપ ન મળતા મામલતદાર કચેરી બહાર કર્યા ધરણા

TV9 Gujarati
| Edited By: | Updated on: May 02, 2023 | 12:00 AM

Valsad: ધરમપુરની વનરાજ કોલેજના વિદ્યાર્થીઓને સ્કોલરશીપ ન મળતા મામલતદાર કચેરી બહાર વિદ્યાર્થીઓેએ ધરણા કર્યા. 700 જેટલા વિદ્યાર્થીઓની સ્કોલરશીપ ન આવતા રોષે ભરાયેલા વિદ્યાર્થીઓ આંદોલન પર ઉતરી આવ્યા.

વલસાડ જિલ્લાના ધરમપુરની વનરાજ કોલેજના વિદ્યાર્થીઓ હડતાળ પર ઉતર્યા હતા. સ્કોલરશીપ ન મળતા વિદ્યાર્થીઓએ ધરણાં શરૂ કર્યા હતા. 50થી વધુ વિદ્યાર્થીઓ હડતાળ પર ઉતર્યા હતા. મામલતદાર ઓફિસમાં તેઓ ધરણાં પર બેઠા હતા. વિદ્યાર્થીઓનો આક્ષેપ છે કે 700થી વધુ લાભાર્થીઓને સ્કોલરશીપનો લાભ મળ્યો નથી.

સ્કોલરશીપ ન આવતા વિદ્યાર્થીઓ આકરા પાણીએ

સ્કોલરશીપ ન આવતા વિદ્યાર્થીઓ આકરા પાણી જોવા મળ્યા. કોલેજના આચાર્ય અને સક્ષમ અધિકારીઓને વિદ્યાર્થી મંડળે વારંવાર રજૂઆત કરવા છતા કોઈ પરિણામ ન મળતા વિદ્યાર્થીઓએ છેવટે મામલતદાર કચેરી બહાર ધરણા શરૂ કર્યા હતા. વિદ્યાર્થીઓનો રોષ જોઈ મામલતદાર અને કોલેજના આચાર્ય સહિતના દોડતા થયા હતા.

આ પણ વાંચો: Gujarati Video : સૌરાષ્ટ્ર બાદ હવે દક્ષિણ ગુજરાતમાં છવાયો વરસાદી માહોલ, સુરત શહેર, કામરેજ, ઓલપાડ, બારડોલીમાં વહેલી સવારથી વરસાદ, વલસાડમાં પણ માવઠું

મામલતદાર સહિતના અધિકારીઓએ વિદ્યાર્થીઓ સાથે મધ્યસ્થીનો કર્યો પ્રયાસ

વિદ્યાર્થીઓના અગ્રણીઓ સાથે મામલતદાર અને અગ્રણીઓ સાથે બેઠક કરીને વિદ્યાર્થીઓને કેન્દ્ર સરકારમાંથી ગ્રાન્ટ આવ્યા બાદ ધરમપુરના વિદ્યાર્થીઓને પ્રથમ પ્રાયોરિટી આપવામાં આવેશે તેમ સમાજ કલ્યાણ અધિકારીએ જણાવ્યું હતું.

ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

દેશ ના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…

g clip-path="url(#clip0_868_265)">