સુરતની વીર નર્મદ ગુજરાત યુનિવર્સિટી ફરી વિવાદમાં આવી છે. ઉત્તરવહીના ઓનલાઇન ચેકિંગમાં કૌભાંડના આરોપ લાગ્યા. સિન્ડિકેટ સભ્ય ભાવેશ રબારીએ સવાલો ઉઠાવ્યા. ટેન્ડર વગર 10 લાખ ઉત્તરવહીનું ઓનલાઇન ચેકિંગનું કામ પુણેની વિશાઇન ટ્રેક પ્રાઇવેટ લીમેટડ કંપનીને બારોબાર સોંપતા વિવાદ ઉભો થયો. ઉત્તરવહીની ચકાસણીમાં Bcom અને BSCના હોંશિયાર વિદ્યાર્થી નાપાસ થયા હોવાના આરોપ લાગ્યા.જો કે કંપનીને કરોડો રૂપિયાના કામ સોંપાયા બાદ દસ દિવસમાં 100 ફરિયાદ થતા ગોટાળાનો આક્ષેપ થયો. ઓનલાઈન ઉત્તરવહી ચેકિંગનો વિરોધ કર્યો હોવા છતાં કુલપતિ વાત માનવા તૈયાર નથી.
આ પણ વાંચો : Gujarati Video: સુરતમાં સાયબર ક્રાઈમ બ્રાંચને મળી મોટી સફળતા, જામતારા ગેંગના 5 સભ્યોની ધરપકડ
સિન્ડીકેટ સભ્ય ભાવેશ રબારીનો આક્ષેપ છે કે ખાનગી કંપનીમે મ માત્ર સ્કેનિંગ કરવાના 35 રૂપિયા ચુકવાય છે અને જે અધ્યાપકો 70 પન્નાની પુરવણી તપાસે છે એ ચેક કરવાના માત્ર તેમને માત્ર 30 રૂપિયા ચુકવાય છે. આ કૌભાંડ સામે મુખ્યમંત્રી સહિત સ્ટેટ વિજીલન્સ કમિશન, શિક્ષણમંત્રી સહિતનાને ફરિયાદ કરી છે. આ કંપનીને કોરોના કાળથી વગર ટેન્ડરે યુનિવર્સિટીમાં કરોડો રૂપિયા કમાવી આપવામાં આવે છે.જેની ઉચ્ચસ્તરીય તપાસની માગ કરવામાં આવી છે. થવી જોઈએ.
સુરત સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો
Published On - 7:38 pm, Fri, 23 June 23