Gujarat Video:સુરતની વીર નર્મદ ગુજરાત યુનિવર્સિટી ફરી વિવાદમાં, ઉત્તરવહીનું ઓનલાઇન ચેકિંગનું કામ વગર ટેન્ડરે પુણેની કંપનીને સોંપ્યું હોવાનો આક્ષેપ
Surat: સુરતની વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટી ફરી વિવાદમાં આવી છે. યુનિવર્સિટીના પેપર ચેકિંગનું કામ કોઈ ટેન્ડર વિના બારોબાર ખાનગી કંપનીને સોંપાતા વિવાદ ઉભો સર્જાયો છે. ઓનલાઈન ચેકિંગનું કામ પૂણેની વિશાઈન ટ્રેક પ્રાઈવેટ લિમીટેડ કંપનીને સોંપાતા વિવાદ થયો છે.
સુરતની વીર નર્મદ ગુજરાત યુનિવર્સિટી ફરી વિવાદમાં આવી છે. ઉત્તરવહીના ઓનલાઇન ચેકિંગમાં કૌભાંડના આરોપ લાગ્યા. સિન્ડિકેટ સભ્ય ભાવેશ રબારીએ સવાલો ઉઠાવ્યા. ટેન્ડર વગર 10 લાખ ઉત્તરવહીનું ઓનલાઇન ચેકિંગનું કામ પુણેની વિશાઇન ટ્રેક પ્રાઇવેટ લીમેટડ કંપનીને બારોબાર સોંપતા વિવાદ ઉભો થયો. ઉત્તરવહીની ચકાસણીમાં Bcom અને BSCના હોંશિયાર વિદ્યાર્થી નાપાસ થયા હોવાના આરોપ લાગ્યા.જો કે કંપનીને કરોડો રૂપિયાના કામ સોંપાયા બાદ દસ દિવસમાં 100 ફરિયાદ થતા ગોટાળાનો આક્ષેપ થયો. ઓનલાઈન ઉત્તરવહી ચેકિંગનો વિરોધ કર્યો હોવા છતાં કુલપતિ વાત માનવા તૈયાર નથી.
આ પણ વાંચો : Gujarati Video: સુરતમાં સાયબર ક્રાઈમ બ્રાંચને મળી મોટી સફળતા, જામતારા ગેંગના 5 સભ્યોની ધરપકડ
કોરોના કાળથી વગર ટેન્ડરે કંપનીને રૂપિયા કમાવી આપવાનો કારસો- ભાવેશ રબારી
સિન્ડીકેટ સભ્ય ભાવેશ રબારીનો આક્ષેપ છે કે ખાનગી કંપનીમે મ માત્ર સ્કેનિંગ કરવાના 35 રૂપિયા ચુકવાય છે અને જે અધ્યાપકો 70 પન્નાની પુરવણી તપાસે છે એ ચેક કરવાના માત્ર તેમને માત્ર 30 રૂપિયા ચુકવાય છે. આ કૌભાંડ સામે મુખ્યમંત્રી સહિત સ્ટેટ વિજીલન્સ કમિશન, શિક્ષણમંત્રી સહિતનાને ફરિયાદ કરી છે. આ કંપનીને કોરોના કાળથી વગર ટેન્ડરે યુનિવર્સિટીમાં કરોડો રૂપિયા કમાવી આપવામાં આવે છે.જેની ઉચ્ચસ્તરીય તપાસની માગ કરવામાં આવી છે. થવી જોઈએ.
સુરત સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો
ગીર સોમનાથના તાલાલામાં મહિલા તલાટીએ ખેડૂત સાથે કર્યું ગેરવર્તણૂક
મ્યાનમારમાં ફસાયેલા ભારતીયોને પરત લાવવાની MLA કેતન ઈનામદારે કરી માગ
નર્મદામાં 75 લાખના તોડકાંડમાં સૌથી મોટો ખુલાસો
ધીમી કામગીરીથી કંટાળ્યા સ્થાનિકો, ચક્કાજામ કરવાની ઉચ્ચારી ચીમકી
