બનાસકાંઠાના ભાભરમાં વાલ્મિકી સમાજના સમૂહ લગ્નમાં ધર્મ પરિવર્તનનો મુદ્દો છેડાયો. ભાભરમાં વાલ્મિકી સમાજના સમૂહ લગ્નમાં વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરી અને વાવના કોંગ્રેસના ધારાસભ્ય ગેનીબેન ઠાકોર ઉપસ્થિત રહ્યા હતા. ગેનીબેન ઠાકોરે ધર્મ પરિવર્તનને લઇને જણાવ્યું કે નોકરીની લાલચે આદિવાસી સમાજના લોકો ધર્મ પરિવર્તન કરી રહ્યા છે. આદિવાસી સમાજના લોકો હિન્દુ ધર્મ છોડી ખિસ્તી ધર્મમાં જોડાઇને IPS, IAS, DDO કે મામલતદાર સહિતના અધિકારીઓ બની ગયા છે. ગેનીબેન ઠાકોરના ધર્મ પરિવર્તનના નિવેદનનો શંકર ચૌધરીએ જવાબ આપ્યો. શંકર ચૌધરીએ જણાવ્યું કે જે લોકોએ નોકરીની લાલચમાં ધર્મ પરિવર્તન કર્યું તે લોકો હજુ પણ નોકરી વગર બેકાર ફરી રહ્યા છે.
આ પણ વાંચો: Banaskantha : બનાસકાંઠાના ધાનેરા નજીક બાઈક અને જીપ વચ્ચે અકસ્માત, 2 યુવકનાં મોત
બનાસકાંઠાના ભાભર ખાતે સર્વ સમાજ સેવા સમિતિ દ્વારા આજે વાલ્મીકિ સમાજનો પ્રથમ સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સમુહ લગ્નમાં વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરી અને વાવના ધારાસભ્ય ગેનીબેન ઠાકોર હાજર રહી નવ દંપતિઓને આશીર્વાદ પાઠવ્યાં હતા.
ગુજરાત સહિત બનાસકાંઠા શહેરના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો
Published On - 12:03 am, Sun, 14 May 23