Gujarat Video: તાપીના ઉકાઈ ડેમમાં નવા નીરની આવક, ડેમમાંથી 6 હજાર ક્યુસેક પાણી છોડાયું

|

Sep 07, 2023 | 11:34 PM

Tapi: તાપીના ઉકાઈ ડેમના ઉપરવાસમાં વરસાદ પડતા પાણીની આવક નોંધાઈ છે. ઉકાઈ ડેમના ઉપરવાસમાંથી ડેમમાં 20 હજાર 888 ક્યુસેક પાણીની આવક થઈ છે. ઉકાઈ ડેમની જલસપાટી વધીને 334.57 ફુટે પહોંચી છે ત્યારે ડેમના હાઈડ્રો પાવર સ્ટેશનના એક યુનિટ મારફતે ડેમમાં 6 હજાર ક્યુસેક પાણી છોડવામાં આવ્યુ છે.

Tapi: દક્ષિણ ગુજરાતમાં મેઘમહેરને પગલે ઉકાઈ ડેમમાં નવા નીરની આવક થઈ છે. ઉકાઈ ડેમના ઉપરવાસમાં વરસાદ પડતા 20 હજાર 888 ક્યુસેક પાણીની આવક થઈ. ઉકાઈ ડેમની જળ સપાટી વધીને 334.57 ફૂટ પર પહોંચી છે. તો ઉકાઈ ડેમના હાઈડ્રો પાવર સ્ટેશનના એક યુનિટ મારફતે 6 હજાર ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે.

નર્મદા ડેમની જળસપાચટી 134 મીટરે પહોંચી

આ તરફ રાજ્યની જીવાદોરી સમાન નર્મદા ડેમની જળસપાટી હાલ 134 મીટરે પહોંચી છે. હાલમાં સરદાર સરોવર ડેમમાં 49 હજાર ક્યુસેક પાણીની આવક થઈ રહી છે. નર્મદા ડેમમાં છેલ્લા ત્રણ કલાકમાં પાણીની સરેરાશ 70 હજાર ક્યુસેક આવક થઈ છે. જ્યારે કેનાલ હેડ પાવર હાઉસમાંથી અંદાજે 19 હજાર ક્યુસેક પાણીની જાવક નોંધાઈ છે. સરદાર સરોવર ડેમની મહત્તમ જળસપાટી 1383.68 મીટર છે.

આ પણ વાંચો: Rain Video: જન્માષ્ટમી પર્વે રાજ્યના મોટાભાગના તાલુકાઓમાં મેઘરાજાની પધરામણી, 50 તાલુકામાં અડધાથી 4 ઈંચ વરસાદ ખાબક્યો

તાપી સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published On - 11:29 pm, Thu, 7 September 23

Next Video