Gujarat Video : ઈન્ડીયન નેવીનું મધદરિયે દિલધડક બચાવ અભિયાન, માછીમારોનો કબજો મરીન પોલીસને સોંપ્યો

|

Mar 22, 2023 | 7:23 AM

ઓખાની ફિશિંગ બોટ ભારતીય જળસીમા નજીક ફસાઈ હતી. જેની જાણ ઈન્ડીયન નેવીને થતા તાત્કાલીક ધોરણે જવાનોએ માછીમારોને બચાવવા માટે અભિયાન હાથ ધર્યું હતું.ઈન્ડીયન નેવીના જવાનોએ રાત્રે 3.30 કલાકે ઓખાની ફિશિંગ બોટનું લોકેશન મેળવી બોટમા સવાર માછીમારોને રેસ્ક્યૂ કર્યા હતા.

ઈન્ડીયન નેવી દ્વારા મધદરિયે માછીમારોનું બચાવ અભિયાન કરવામાં આવ્યું છે. ઈન્ડીયન નેવી ભારતીય જળસીમા નજીક ફસાયેલા માછીમારોને બચાવ્યા છે. ઓખાની ફિશિંગ બોટ ભારતીય જળસીમા નજીક ફસાઈ હતી. જેની જાણ ઈન્ડીયન નેવીને થતા તાત્કાલીક ધોરણે જવાનોએ માછીમારોને બચાવવા માટે અભિયાન હાથ ધર્યું હતું.

આ પણ વાંચો : Ahmedabad Airport: અમદાવાદના આકાશમાં 40 મિનિટ સુધી 7 વિમાન મંડરાયા, રનવે ખાલી ન હોવાથી 2 ફ્લાઈટ ઈન્દોર કરાઈ ડાયવર્ટ

ઈન્ડીયન નેવીના જવાનોએ રાત્રે 3.30 કલાકે ઓખાની ફિશિંગ બોટનું લોકેશન મેળવી બોટમા સવાર માછીમારોને રેસ્ક્યૂ કર્યા હતા. તમામ માછીમારોને લઈ ઈન્ડીયન નેવી ઓખો જેટી ખાતે પોંહચી હતી. અને તમામ માછીમારોનો કબજો મરીન પોલીસ સ્ટેશનને સોંપવામાં આવ્યો છે.

કમોસમી વરસાદમાં ફસાયેલા બાળકોનું રેસ્ક્યુ

થોડા દિવસ અગાઉ પાટણમાં બદલાયેલ હવામાનના લીધે કમોસમી વરસાદનો કહેર જોવા મળ્યો હતો. જેમાં પાટણમાં એક જ કલાકમાં ત્રણ ઇંચ વરસાદ નોંધાયો હતો. જેના પગલે સમગ્ર પાટણમાં જળબંબાકારની સ્થિતિ જોવા મળી હતી. તેમજ પાટણમાં પડેલા ભારે વરસાદના પગલે શાળામાં વિદ્યાર્થીઓ ફસાયા હતા. જેમાં ધોધમાર વરસાદથી BM સ્કૂલમાં વિદ્યાર્થીઓ ફસાયા હતા. જેના પગલે નગરપાલિકાના ફાયર ફાઇટર દ્વારા વિદ્યાર્થીઓનું રેસ્ક્યૂ કરવામાં આવ્યું હતુ. તેમજ ટ્રેકટર અને પાલિકાના વાહનો દ્વારા વિદ્યાર્થીઓને ઘરે પહોંચાડવામાં આવ્યા હતા. જેમાં 208 બાળકો અને ફસાયેલા વાલીઓનું રેસ્ક્યૂ કરાયું હતુ.

Next Video