ભાગીને થતા લગ્ન મુદ્દે લેઉવા પટેલ સમાજની સરકારને રજૂઆત, કાયદામાં ફેરફાર કરવાની માગ – જુઓ Video

ભાગીને થતા લગ્ન મુદ્દે લેઉવા પટેલ સમાજની સરકારને રજૂઆત, કાયદામાં ફેરફાર કરવાની માગ – જુઓ Video

| Edited By: | Updated on: Dec 16, 2025 | 7:07 PM

સૌરાષ્ટ્રના લેઉવા પટેલ સમાજે ભાગીને થતા લગ્ન મુદ્દે સરકારને રજૂઆત કરી છે. સમાજની માગ છે કે, દીકરીઓના લગ્ન માત્ર માતા-પિતાની સંમતિથી થાય અને ત્યારબાદ જ તેના રજિસ્ટ્રેશનની કાર્યવાહી થાય.

સૌરાષ્ટ્રના લેઉવા પટેલ સમાજે ભાગીને થતા લગ્ન મુદ્દે સરકારને રજૂઆત કરી છે. સમાજની માગ છે કે, દીકરીઓના લગ્ન માત્ર માતા-પિતાની સંમતિથી થાય અને ત્યારબાદ જ તેના રજિસ્ટ્રેશનની કાર્યવાહી થાય. ગાંધીનગરમાં મુખ્યપ્રધાન અને નાયબ મુખ્યપ્રધાનને કરાયેલ રજૂઆતમાં આક્ષેપ છે કે, ગામડાથી શહેરમાં આવતી દીકરીઓને ફસાવાતી હોય છે.

સરકારના વિચારોને SPG નું સમર્થન

વલ્લભ કાકડિયા જણાવે છે કે, માતા-પિતાની મંજૂરી વગર લગ્ન ન થાય તેવો કાયદો બનવો જોઈએ. આ સિવાય બાંભણિયાના મતે, માતા-પિતા છેતરપિંડીનો ભોગ બનતા હોય તો વાંધા લેવાનો સમય મળવો જોઈએ. પ્રેમલગ્નના કાયદામાં સુધારાના સરકારના વિચારોને SPG નું સમર્થન છે.

આ લડાઈ માતા-પિતા અને યુવા દીકરીઓની સુરક્ષા માટે છે તેમજ ઘણા વર્ષોથી વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન પણ સરકારને આ બાબતમાં રજૂઆત કરે છે. રજૂઆતમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે, દસ્તાવેજોની તપાસ પોલીસ દ્વારા કરવામાં આવે અને ત્યારબાદ જ લગ્નનું રજિસ્ટ્રેશન થાય.

સરકાર સત્તાવાર જાહેરાત કરશે

સૂત્રો અનુસાર, ભાગીને થતા લગ્ન બાદ નોંધણીમાં સરકાર નવા નિયમો લાવવાની તૈયારી કરી રહી છે. આવતીકાલની સૂચિત કેબિનેટમાં આ સુધારેલા નિયમો રજૂ થઈ શકે છે. કાયદા પ્રધાન અને કાયદાશાસ્ત્રીઓની અધિકારીઓ સાથે બેઠકમાં તૈયાર થયેલો ડ્રાફ્ટ કેબિનેટમાં મુકવાની શક્યતા છે અને કેબિનેટની મંજૂરી બાદ સરકાર સત્તાવાર જાહેરાત કરશે.

નિયમ અનુસાર, ભાગીને લગ્ન કરનારના રજીસ્ટ્રેશન પહેલા માતા-પિતાને નોટિસ મોકલવામાં આવશે અને તેમને 30 દિવસમાં નોટિસનો જવાબ આપવા રહેશે. યુવતીના આધાર કાર્ડમાં નોંધાયેલા સરનામા અનુસાર જ નોંધણી કચેરીમાં કરવામાં આવશે. વરુણ પટેલના જણાવ્યા અનુસાર, કાયદાનો અમલ થતા દીકરીઓનું જીવન બરબાદ થતું અટકશે.

ગુજરાતના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો