Gujarat Video : સુરેન્દ્રનગરમાંથી ઝડપાયેલા 17 લાખના ડ્રગ્સમાં લોરેન્સ બિશ્નોઈ ગેંગનું કનેક્શન આવ્યુ સામે, ઝડપાયેલા ત્રણ પૈકી બે આરોપી અનમોલ બિશ્નોઈના સાગરીત

|

Jun 01, 2023 | 9:08 PM

Surendranagar: શહેરમાંથી ઝડપાયેલા 17 લાખના ડ્રગ્સ કેસમાં કુખ્યાત લોરેન્સ બિશ્નોઈ ગેંગનું કનેક્શન સામે આવ્યુ છે. ડ્રગ્સની તસ્કરીમાં પકડાયેલા 3 પૈકી બે આરોપી અક્ષય ડેલુ અને વિષ્ણુરામ કોકડ, બિશ્નોઈ ગેંગના સાગરીત છે. આ ત્રણેય લોરેન્સ બ્રિશ્નોઈના નાના ભાઈ અનમોલ બિશ્નોઈ માટે કામ કરતા હતા.

રાજ્યમાં દિવસેને દિવસે ડ્રગ્સનો કાળો કારોબાર વધી રહ્યો છે. સુરેન્દ્રનગરમાં ઝડપાયેલા 17 લાખના ડ્રગ્સમાં લોરેન્સ બિશ્નોઇ ગેંગનું કનેક્શન સામે આવતા પોલીસ સક્રિય થઇ ગઇ છે. પોલીસને બાતમી મળી હતી કે, ડ્રગ્સના જથ્થા સાથે કેટલાક લોકો ગોકુળ હોટલ પાસે આવવાના છે. તેથી બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવી તેમને ઝડપી લીધા છે. પોલીસની પ્રાથમિક તપાસમાં ઝડપાયેલા આરોપીઓ લોરેન્સ બિશ્નોઇ ગેંગના સાગરીતો હોવાનું સામે આવ્યું છે.

આ પણ વાંચો : Gujarati Video : ખંભાળિયા નજીક MD ડ્રગ્સ સાથે યુવક ઝડપાયો, સુરક્ષા એજન્સીઓએ તપાસ તેજ કરી

ડ્રગ્સ કેસમાં પકડાયેલા બે આરોપી લોરેન્સ બિશ્નોઈ ગેંગના સાગરિત

ઝડપાયેલા 3 પૈકીના બે આરોપીઓ અક્ષય ડેલુ અને વિષ્ણૂરામ કોકડ બિશ્નોઇ ગેંગના સાગરીત છે અને તેઓ લોરેન્સ બિશ્નોઈના નાના ભાઈ અનમોલ બિશ્નોઈ માટે કામ કરતા હતા. આ બંને તેમની પર રાજસ્થાન સરકારે 25 હજારનું ઇનામ પણ જાહેર કરેલુ છે. રાજસ્થાનમાં હત્યાના પ્રયાસના ગુનામાં વોન્ટેડ પણ છે. જ્યારે ત્રીજો આરોપી વિક્રમસિંહ જાડેજા કચ્છનો હોવાની માહિતી સામે આવી છે. હાલ તો સમગ્ર મામલે પોલીસે આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

સુરેન્દ્રનગર સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Next Video