Gujarat Video : દરિયાપુરમાં જગન્નાથજીની રથયાત્રાનું ભવ્ય સ્વાગત, મહંત દિલિપ દાસજી અને મુસ્લિમ આગેવાનોએ શાંતિદૂત સમાન કબુતર ઉડાડી આપ્યો કોમી એક્તાનો સંદેશ
Ahmedabad: ભગવાન જગન્નાથજીની રથયાત્રા જ્યારે દરિયાપુર વિસ્તારમાં પહોંચી ત્યારે અહીં વર્ષોની પરંપરા મુજબ મુસ્લિમ બિરાદરો દ્વારા રથયાત્રાનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યુ. અહીં મહંત દિલિપદાસજી અને મુસ્લિમ આગેવાનો દ્વારા શાંતિના સફેદ કબુતર ઉડાડી કોમી એક્તાનો સંદેશ આપવામાં આવ્યો.
આજે અષાઢી બીજના પાવન દિવસે અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની 146મી રથયાત્રા નીકળી. દેશની સૌથી મોટી બીજા નંબરની રથયાત્રા અમદાવાદમાં નીકળે છે. વર્ષોની પરંપરા પ્રમાણે આજે પણ ભગવાન જગન્નાથ નગરજનોને દર્શન આપવા રથમાં બિરાજમાન થઈને નીકળ્યા. રથયાત્રા જ્યારે દરિયાપુર વિસ્તારમાં પહોંચી ત્યારે વર્ષોની પરંપરા મુજબ અહીં મુસ્લિમ બિરાદરો દ્વારા રથયાત્રાનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યુ. લીમડી ચોક પાસે મુસ્લિમ સમાજના આગેવાનોએ મહંત દિલીપદાસજીનું ભાવભેર સ્વાગત કર્યું.
આ પણ વાંચો : Ahmedabad : કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે ઓક્સિજન પાર્કનું ઉદ્ધાટન કર્યું, 12 હજારથી વધુ વૃક્ષો ઉછેરાયા
સફેદ કબુતર ઉડાડી આપ્યો કોમી એક્તાનો સંદેશ
મહંત દિલિપદાસજીને ફૂલહાર પહેરાવ્યા અને શાલ ઓઢાડીને સન્માન આપ્યું. સાથે જ મહંત અને મુસ્લિમ આગેવાનોએ શાંતિના પ્રતિક સમાન સફેદ કબૂતર પણ ઉડાડ્યા. તેઓએ સફેદ કબૂતર ઉડાડીને કોમી એકતાનો સંદેશ આપ્યો. ભગવાન જગન્નાથ નંદીઘોષ રથમાં, બહેન સુભદ્રાજી કલ્પધ્વજ રથમાં અને ભાઈ બલભદ્ર તાલધ્વજ રથમાં સવાર થઈને નગરચર્યાએ નીકળ્યા છે. દરેક જગ્યાએ તેમનું વાજતે-ગાજતે સ્વાગત કરવામાં આવી રહ્યુ છે. લોકોએ ઘરઆંગણેથી જ ભગવાનના દર્શનનો લ્હાવો મળતા તેમના આનંદની પણ કોઈ સીમા નથી.