Valsad: નવી નકોર બસની શરૂઆત થાય, પરંતુ આ નવી બસો ખખડધજ હોય તો ? આવું થયું છે વલસાડમાં. જ્યાં નગરપાલિકા સંચાલિત સિટી બસ સેવાને મુખ્યપ્રધાને લીલીઝંડી બતાવી. પરંતુ સેવા શરૂ થતાની સાથે જ 7 જેટલી બસ ખરાબ સ્થિતિમાં જોવા મળી.
નવી નક્કોર બસ અલગ-અલગ જગ્યાએથી તુટેલી જોવા મળી. તુટેલી લાઈટ, રિમોટ કરેલા ટાયર, બસના બમ્પરમાં તિરાડ આવી અનેક ખામીઓ ઉડીને આંખે વળગી રહી છે. નવી બસ સેવાની શરૂઆત સાથે જ જાણે પ્રથમ કોળિયે જ માખી આવ્યા જેવી સ્થિતિ સર્જાય છે.
આ પણ વાંચો: Valsad Accident Video : ટામેટા ભરેલી ટ્રક નેશનલ હાઇવે 48 પર પલટી ગઇ, ટ્રક અને બે કારને પણ અડફેટે લીધા
હદ તો ત્યાં થઈ કે પાલિકાએ CM ભૂપેન્દ્ર પટેલને પણ આવી ખખડધજ બસો અંગે અંધારામાં રાખ્યા. પાલિકાના અધિકારીઓ આ રીતે ક્ષતિગ્રસ્ત બસોનું ઉદ્ઘાટન કરાવી નાખ્યું. નવી બસમાં આ નુક્સાનની સ્થિતિ અંગે વલસાડ પાલિકાના અધિકારીઓને રટણ છે કે આ તમામ બસ નવી જ છે. બસ અગાઉથી જ ખરીદી લેવાતા થોડીઘણી ક્ષતિ હોય શકે.
વલસાડ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો